લોકડાઉનથી અર્થવ્યવસ્થા પર આવ્યું સંકટ, 40 વર્ષમાં પ્રથમ વખત મંદીનો ખતરો : રિપોર્ટ

લોકડાઉનથી અર્થવ્યવસ્થા પર આવ્યું સંકટ, 40 વર્ષમાં પ્રથમ વખત મંદીનો ખતરો : રિપોર્ટ

લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગશે

 • Share this:
  નવી દિલ્લી : એક્સિસ બેંકે પોતોના એક રિપોર્ટ (Axis Bank Report)માં કહ્યું છે કે છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત ભારતમાં આર્થિક મંદી (Recession) આવી શકે છે. કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ને રોકવા માટે દેશભરમાં 24 માર્ચથી લોકડાઉન છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદીના કારણે ભારતની GDP ઘટીને 1.7 ટકા થઈ જશે. GDPમાં આ મોટો ઘટાડો મેન્યુફેક્ચરિંગ, ટ્રેન્ડ ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન સેક્ટર બંધ હોવાના કારણે થશે.

  કૃષિ ક્ષેત્રમાં કોરોના વાયરસની અસર નહી

  એક્સિસ બેંકના આ રિપોર્ટમાં કહ્યું છે કે આખા વર્ષમાં કોઈ એક ક્ષેત્રમાં ઘટાડો નહી દેખાય તે હશે કૃષિ ક્ષેત્ર. થોડાક હદ સુધી ફાઈનાન્સ એન્ડ બિઝનેસ સેવાઓના સેક્ટર પણ કોવિડ-19થી અછૂત રહેશે.

  શું કહે છે CII?

  જણાવી દઈએ કે અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને મોટો ધક્કો લાગશે. કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)એ કહ્યું કે વિત્ત વર્ષ 2021 માટે GDP -0.9 ટકાના સ્તર પર પહોચી શકે છે. જોકે CIIએ એમ પણ કહ્યું કે જો પરિસ્થિતિ સારી રહેશે તો 1.5 ટકાના સ્તર પર જ રહેશે.

  આ પણ વાંચો - ફક્ત પૈસા વહેંચવાથી નહીં વધે ખેડૂતોની આવક, આ માટે આવા પગલાં ભરવા પડશે

  સપ્લાય સારો રહ્યો તો રિકવરીની આશા વધશે

  એક્સિસ બેંકના પૃથ્વીરાજ શ્રીનિવાસે કહ્યું હતું કે આ ઘટાડો જૂન 2020ના ક્વાર્ટરની સરખામણીમાં હશે પણ આ કહેવું મુશ્કેલ છે કે કયા સ્તર પર અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે. રિપોર્ટમાં કહ્યું છે કે જો જૂન ક્વાર્ટરમાં 10 થી 15 ટકાના સ્ટાર્ટિંગ પોઇન્ટને લેવામાં આવે તો દર વર્ષના આધાર પર 4 થી 5 ટકાની રિકવરી દેખાય છે. આવામાં આખા વર્ષમાં ભાગ્યે જ કોઈ ગ્રોથ જોવા મળે. જોકે બેસ કેસમાં, જો સપ્લાય સારી રહે તો ડિમાન્ડ વધે તો તો જૂન પછી રિકવરી જોવા મળી શકે છે. આ કારણ છે કે આપણે છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત ભારત આર્થિક મંદીના દાયરામાં પહોંચી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: