નવી દિલ્હી: આજે સોમવારે કેટલીક કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ કંપનીઓમાં ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, કેનરા બેંક, સ્ટરલાઇટ ટેક્નોલોજી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વગેરે સામેલ છે.
એક્સિસ બેંક
દેશની પ્રાઇવેટ સેક્ટરની એક્સિસ બેંકે (Axis Bank) નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન 2022માં પૂરા થતાં ત્રિમાસિકમાં બેંકનો નફો લગભગ ડબલ 4,125 કરોડ રૂપિયા થયો છે. જે એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન 2,160 કરોડ રૂપિયા હતો.
ટેક મહિન્દ્રા
ટેક મહિન્દ્રા (tech mahindra)નો ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળા દરમિયાનનો નફો 16.4 ટકા ઘટીને 1,132 કરોડ રૂપિયા પર આવી ગયો છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. ગત નાણાકીય વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીને 1,353 કરોડ રૂપિયાનો લાભ થયો હતો.
સ્ટરલાઇટ ટેક્નોલોજીસ
બ્રોડબેન્ડ ટેક્નોલોજી કંપની સ્ટરલાઇટ ટેક્નોલોજીસ લિમિટેડ (Sterlite Technologies) જૂનમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળા દરમિયાન 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. પાછલા વર્ષે સરખા સમયગાળા દરમિયાન કંપનીએ 116 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
જૂન ત્રિમાસિકમાં કેનેરા બેંક (canara bank)નો નેટ પ્રોફિટ 72 ટકા વધીને 2,022.03 કરોડ રૂપિયા થઇ ગયો છે. એક વર્ષ પહેલા જૂન ત્રિમાસિકમાં બેકને 1,177.47 કરોડ રૂપિયા નફો થયો હતો. કેનરા બેંકે શેર માર્કેટને જણાવ્યું કે, એપ્રિલ-જૂન 2022-23માં તેની કુલ આવક વધીને 23,351.96 કરોડ રૂપિયા થઇ ગઇ, જે એક વર્ષ પહેલા સરખા સમયગાળા દરમિયાન 20,940.28 કરોડ રૂપિયા હતી.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (central bank of india)ની વાત કરીએ તો, જૂનમાં પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો 14.2 ટકા વધીને 234.78 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન આ સમયગાળા દરમિયાન બેંકે 205.58 કરોડ રૂપિયા ચોખ્ખો નફો મળ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર