આટલા સસ્તા થયા હોમ-ઓટો-પર્સનલ લોનના EMI

દેશની સૌથી મોટી ખાનગી બેંકે એક્સિસ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત તમામ ટેનર લોન પર લાગુ થશે.

News18 Gujarati
Updated: April 18, 2019, 12:21 PM IST
આટલા સસ્તા થયા હોમ-ઓટો-પર્સનલ લોનના EMI
આ નવા દર આજથી લાગુ થઇ ગયા છે.
News18 Gujarati
Updated: April 18, 2019, 12:21 PM IST
દેશની સૌથી મોટી ખાનગી બેંકે એક્સિસ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત તમામ ટેનર લોન પર લાગુ થશે. નવા દર 18 એપ્રિલથી લાગુ થશે. ત્યારબાદ બેંકની હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સસ્તી થઇ જશે. એસસીએલઆર ઘટ્યા બાદ સામાન્ય વ્યક્તિને સૌથી વધુ ફાયદો થશે. તેને
પહેલાં કરતાં ઓછા ઈએમઆઈ આપવા પડે છે.

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પહેલાની પોલિસીમાં રેપો રેટ 0.25 ટકા સુધી ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દર ઘટીને 6% થઈ ગયા છે. આરબીઆઇના નિર્ણય પછી એસબીઆઇ સહિત અનેક મોટી બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડ્યો છે.શું હોય છે MCLR- એમસીએલઆરને માર્ઝિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહેવામાં આવે છે. આમાં બેંકો તેના ફંડના ખર્ચ અનુસાર લોનના દરો નક્કી કરે છે. આ બેંચમાર્ક દર છે. તેના વધવાથી તમારા બેંકમાંથી લેવામાં આવતી તમામ પ્રકારની લોન મોંઘી બની જાય છે.MCLR ઓછી થવાનો ફાયદો- એમસીએલઆર ઓછા હોવાને કારણે સામાન્ય માણસને મોટો ફાયદો થાય છે. લોન સસ્તી થઇ જાય છે, આ પહેલાની તુલનામાં ઓછી ઇએમઆઇ આપવી પડે છે.

શું હોય રેપો રેટ-રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે. ખરેખર, જ્યારે પણ બેંકો પાસે ભંડોળની ખોટ હોય છે, ત્યારે તેઓ તેની ભરપાઇ કરવા માટે કેન્દ્રીય બેન્ક એટલે કે આરબીઆઈ પાસેથી નાણાં લે છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવતી આ લોન નિશ્ચિત દર પર ઉપલબ્ધ હોય છે. આ માટે આરબીઆઇ દરેક ક્વાર્ટરના આધાર પર નક્કી કરે છે.

સામાન્ય માણસને શું થાય છે અસર-રેપો રેટ્સમાં ઘટાડો એનો અર્થ એ થાય કે હવે જ્યારે પણ આરબીઆઈ તરફથી ફંડ ભંડોળ લેશે ત્યારે તેમને નવા દરે ભંડોળ મળશે. બેન્કોને મળનારો ફંડનો લાભ તે ગ્રાહકોને પણ આપશે. આ રાહત તમારી સાથે સસ્તી લોન અને ઘટાડેલા ઇએમઆઈ તરીકે વહેંચવામાં આવે છે. આ કારણોસર જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે તમારા માટે લોન લેવી સસ્તી બની જશે. સાથે જ ફ્લોટિંગ દેવું હોય તેના ઇએમઆઈ પણ ઘટી જાય છે.
First published: April 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...