નોકરીની મોટી તક! આ બેન્ક કરશે 1000 કર્મચારીઓની Hiring, જાણો - કેવી રીતે મળશે Job?

નોકરીની મોટી તક! આ બેન્ક કરશે 1000 કર્મચારીઓની Hiring, જાણો - કેવી રીતે મળશે Job?
પ્રતિકાત્મક તસવીર

આ મોડલ હેઠળ કોઈ પણ ઉમેદવાર દેશના કોઈ પણ શહેરમાં બેન્ક સાથે કામ કરી શકે છે. બેન્કના એક અધિકારીએ આ મામલે જાણકારી આપી છે.

 • Share this:
  નવી દિલ્હી : પ્રાઈવેટ ક્ષેત્રની એક્સીસ બેન્કે (Private Sector Axis Bank) આગામી એક વર્ષમાં એક હજાર લોકોને રોજગાર (Jobs to 1000 People) આપવા માટે 'ગિંગ-અ-ઓપરચ્યુનિટી' (Gig Opportunity )ની પહેલ કરી છે. આ મોડલ હેઠળ કોઈ પણ ઉમેદવાર દેશના કોઈ પણ શહેરમાં બેન્ક સાથે કામ કરી શકે છે. બેન્કના એક અધિકારીએ આ મામલે જાણકારી આપી છે.

  આ મોડલમાં કામ કરવાની બે રીત હશે  આ મોડલ બે રીતે કામ કરશે - પહેલું પૂર્ણકાલિન સ્થાયી નોકરી અને બીજી પરિયોજનાના આધાર પર ખાસ સમયગાળા માટે સિમિત. એક્સિસ બેન્કના કાર્યકારી નિર્દેશક (કોર્પોરેટ કેન્દ્ર) રાજેશ દાહિયાએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે, અમારો વિચાર છે કે, ગિગ બડી (નિયમિત) નોકરી હશે. અમે તેને એક સામાન્ય નોકરીની જેમ પ્રબાવી બનાવવા માંગીએ છીએ. આગામી એક વર્ષમાં, અમે આ મોડલના માધ્યમથી કામ કરનાર 800-1000 લોકોને જોડીશું અને આ આંકડો હું ન્યુનત્તમ કહી રહ્યો છું.

  તેમણે કહ્યું કે, આ પહેલા માનસિકતા એ હતી કે, કામ કરવા માટે કાર્યકાલ આવડવું જોઈએ, પરંતુ હવે ઘરેથી કામ કરવાની અવધારણાએ ઘણી વસ્તુ બદલી છે. દહિયાએ કહ્યું કે, લોકો ઘરેથી કામ કરવાને લઈ પહેલા અટકાતા હતા, પરંતુ હવે તેની આદત પડી ગઈ છે અને તે ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, બેન્ક દેશભરના યુવાનો, અનુભવી માધ્યમ સ્તરના વ્યવસાયી અને મહિલાઓ સહિત સારા પ્રતિભાશાળીઓને શોધીશું
  Published by:kiran mehta
  First published:August 20, 2020, 19:37 pm

  ટૉપ ન્યૂઝ