Home /News /business /

Axis Bank FD Rates: એક્સિસ બેંકે પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, FD પર વ્યાજદરમાં કર્યો વધારો

Axis Bank FD Rates: એક્સિસ બેંકે પોતાના ગ્રાહકોને આપી ખુશખબર, FD પર વ્યાજદરમાં કર્યો વધારો

એક્સિસ બેંક

Axis Bank FD Rates: એક્સિસ બેંક પહેલા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પણ પોતાના ગ્રાહકોને રાહત આપતા એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે બે વર્ષથી વધારે અને ત્રણ વર્ષથી ઓછા સમયના એફડી પર વ્યાજદરમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.

    નવી દિલ્હી: એસબીઆઈ (State bank of Idnia) અને ઇન્ડસઇન્ડ બેંક (Indusind Bank) બાદ હવે એક્સિસ બેંકે (Axis Bank) પણ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit Rate) પર વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. નવા દર 17 માર્ચ, 2022થી લાગૂ થઈ ગયા છે. જેમાં સૌથી ઓછા સમયગાળા એટલે કે સાતથી 14 દિવસ માટે બે કરોડ રૂપિયાથી ઓછી એફડી કરવા પર 2.50 ટકા વ્યાજ મળે છે.

    એક્સિસ બેંકના નવા વ્યાજદરો એક કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર લાગૂ થયા છે. આ ફેરફાર પછી 18 મહિનાથી વધારે અને બે વર્ષથી ઓછી અવધિની ટર્મ ડિપોઝિટ પર બેંક 5.25 ટકા વ્યાજ આપશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને 7-14 દિવસ માટે બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી માટે એક્સિસ બેંક 2.90 ટકા વ્યાજ આપશે.

    જાણો કેટલા સમય માટેની એફડી પર કેટલું વ્યાજ મળશે?






































































    સમયગાળોસામાન્ય નાગરિકવરિષ્ઠ નાગરિક
    15-29 દિવસ 2.50 ટકા      2.90 ટકા
    30-45 દિવસ  3 ટકા     3.50 ટકા
    46-60 દિવસ 3 ટકા     3.50 ટકા
    61-90 દિવસ 3 ટકા    3.50 ટકા
    91-120 દિવસ3.50 ટકા 4 ટકા
    6 મહિના એક દિવસ  9 મહિના4.40 ટકા  4.90 ટકા
    9 મહિના એક દિવસથી એક વર્ષ4.40 ટકા 4.90 ટકા
    એક વર્ષ4.40 ટકા   4.90 ટકા
    એક વર્ષ એક દિવસથી 2 વર્ષ 5.10 ટકા 5.60 ટકા
    બે વર્ષ એક દિવસથી 3 વર્ષ 5.10 ટકા 5.60 ટકા
    3 વર્ષ એક દિવસથી 5 વર્ષ 5.45 ટકા 5.95 ટકા
    5 વર્ષ એક દિવસથી 10 વર્ષ 5.75 ટકા6.25 ટકા

    આ પણ વાંચો: 4,809 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    એસબીઆઈએ વ્યાજમાં વધારો કર્યો


    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પણ પોતાના ગ્રાહકોને રાહત આપતા એફડી પર વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે બે વર્ષથી વધારે અને ત્રણ વર્ષથી ઓછા સમયના એફડી પર વ્યાજદરમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ સાથે જ બેંકનો વ્યાજદર 5.20 ટકા થયો છે. ત્રણ વર્ષથી વધારે અને પાંચ વર્ષની મુદત માટે વ્યાજમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે બાદમાં વ્યાજદર 5.45 ટકા થયો છે. આ જ રીતે પાંચ વર્ષથી 10 સુધી સુધીની એફડી પર વ્યાજદર વધીને 5.50 ટકા થયો છે. નવા દર 15 માર્ચથી લાગૂ થઈ ગયા છે.

    આ પણ વાંચો: આજે (21 માર્ચ) આ 11 સ્ટૉક્સમાં થઈ શકે છે મોટી કમાણી

    એલપીજી સિલિન્ડરની કિંમત અને સબસિડીને લઈને આવ્યામોટા સમાચાર

    રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે બહુ ઝડપથી ઘરેલૂ ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ને પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. આ દરમિયાન સતત એવી ચર્ચા ચાલી રહી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત 1,000 રૂપિયા સુધી પહોંચી જશે. રસોઈ ગેસની વધી રહેલી કિંમત અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, સરકારના આંતરિક મુલ્યાંકન પરથી એક વાત સ્પષ્ટ છે કે બહુ ઝડપથી સિલન્ડર માટે 1,000 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Axis Bank, Bank, FD, આરબીઆઇ, એસબીઆઇ

    આગામી સમાચાર