નવી દિલ્હી : શું તમે એક્સિસ બેંકમાં ખાતુ ધરાવો છો? તો તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકમાંથી પૈસા કાઢવા પર તમારે વધુ ચાર્જ ચૂકવવાનો રહેશે. બચત ખાતુ, સેલરી એકાઉન્ટ સહિત અન્ય સુવિધા માટે ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એક્સિસ બેંકે 1 મે 2021થી સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ માટે વિભિન્ન સેવાના ચાર્જમાં વધારો કરવાનું જાહેર કર્યું છે. ATMમાંથી પૈસા કાઢવાથી લઈને SMS એલર્ટ ચાર્જ અને બચત ખાતાથી લઈને સેલરી એકાઉન્ટ પણ સામેલ છે. બેંકે અલગ અલગ ખાતા માટે ન્યૂનતમ બેલેન્સની મર્યાદામાં પણ વધારો કર્યો છે. આ તમામ દર 1 મે 2021થી લાગુ કરવામાં આવશે.
પૈસા ઉપાડવા માટે ચાર્જ
Axis Bank દર મહિને 4 ATM ટ્રાન્જેક્શન અને રૂ. 2 લાખ સુધીના ટ્રાન્જેક્શન ફ્રી આપે છે. તે બાદ કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવે છે. પ્રતિ રૂ. 1000 પર રૂ. 5 કાપવામાં આવે છે, જે હવે 1 મેથી પ્રતિ રૂ. 1000 પર રૂ. 10 ચૂકવવાના રહેશે.
SMS એલર્ટ ચાર્જ
બેંકની વેબસાઈટ અનુસાર બેંક હવે પ્રતિ SMS પર 0.25 પૈસા વસૂલ કરશે. હાલમાં દર મહિને SMS માટે રૂ. 5 વસૂલવામાં આવે છે. બેંક તરફથી મોકલવામાં આવતા OTP અને પ્રમોશનલ SMS આ વ્યવસ્થામાં સામેલ નથી. આ નવા દર 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે. પ્રીમિયમ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અને બેઝિક એકાઉન્ટ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
એક્સિસ બેંકે 1 મે 2021થી ન્યૂનતમ બેલેન્સ મર્યાદામાં વધારો કર્યો છે. મેટ્રો શહેરમાં ઈઝી સેવિંગ્સ સ્કીમ્સ વાળા એકાઉન્ટ માટે ન્યૂનતમ બેલેન્સ મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.15,000 કરવામાં આવી છે. આ નિયમ તમામ સ્થાનિક અને NRI ગ્રાહક પર પણ લાગુ કરવામાં આવશે.
" isDesktop="true" id="1091930" >
સેલરી એકાઉન્ટના નિયમમાં પણ ફેરફાર
એક્સિસ બેંકે સેલરી એકાઉન્ટના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. જો તમારુ સેલરી એકાઉન્ટ 6 મહિનાથી અધિક જૂનું છે અને મહિને ક્રેડિટ નથી થતુ તો પ્રતિ માસ રૂ.100 ચાર્જ લેવામાં આવશે. જો તમારા ખાતામાં 17 મહિના સુધી કોઈ ટ્રાન્જેક્શન નથી થતુ તો, 18માં મહિને વન ટાઈમ રૂ.100 ચાર્જ વસૂલ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર