એક્સિસ બેંક દ્વારા FDના વ્યાજદરોમાં કરાયા ફેરફાર, જાણો નવા દર

પ્રતિકાત્મક તસવીર

30 દિવસની મેચ્યોરિટી ધરાવતી એફડી ઉપર 3%, જ્યારે ત્રણ મહિનાથી છ મહિના માટેની એફડી ઉપર 3.50 ટકા વ્યાજ આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્ક પૈકીની એક્સિસ બેન્ક (Axis bank) દ્વારા ફિક્સ ડિપોઝીટના (Fixed deposit) વ્યાજ દરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યારે એક્સિસ બેંક 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝીટ (એફડી)માં વ્યાજ આપે છે.

નવા ફેરફાર બાદ એક્સિસ બેન્ક સાત દિવસ અને 29 દિવસ પછીની મેચ્યોરિટી પર 2.5 ટકા જેટલું વ્યાજ ઓફર કરી રહી છે. 30 દિવસની મેચ્યોરિટી ધરાવતી એફડી ઉપર 3%, જ્યારે ત્રણ મહિનાથી છ મહિના માટેની એફડી ઉપર 3.50 ટકા વ્યાજ આપવામાં આવશે.

6 મહિનાથી લઈ 11 મહિના સુધીની એફડીમાં 4.40 ટકા વ્યાજ
આ ઉપરાંત 6 મહિનાથી લઇ 11 મહિના 25 દિવસની એફડી મેચ્યોર થાય, ત્યારે એક્સિસ બેંક 4.40 ટકા વ્યાજ આપી રહી છે. આવી જ રીતે 11 મહિના 25 દિવસથી લઈ 1 વર્ષ 5 દિવસની મેચ્યોરિટી પર 5.5 ટકા વ્યાજ આપી રહી છે. 1 વર્ષ 5 દિવસથી લઈ 18 મહિનાની મેચ્યોરિટી ઉપર 5.10 ટકા વ્યાજ એક્સિસ બેન્ક આપી રહી છે.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

5થી10 વર્ષની એફડી પર 5.75 ટકા વ્યાજ
એક્સિસ બેંક દ્વારા 18 મહિનાથી લઈ 2 વર્ષ સુધી એફડી માટે 5.25 ટકા, 2 વર્ષથી 5 વર્ષ સુધીની એફડી માટે 5.40 ટકા, જયારે 5 વર્ષથી 10 વર્ષમાં મેચ્યોર થનારી એફડી ઉપર 5.75 ટકા વ્યાજ મળી શકે છે.સિનિયર સીટીઝન માટે વ્યાજદર
એક્સિસ બેંક દ્વારા સિનિયર સીટીઝન માટે પણ ખાસ વ્યાજદર નક્કી કરાયા છે. જે મુજબ કેટલીક મેચ્યોરિટી ઉપર ઊંચું વ્યાજ આપવામાં આવે છે. સિનિયર સીટીઝન માટે 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની એફડી મેચ્યોર થાય ત્યારે 2.50થી લઈ 6.50 સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
First published: