બેંકના ખાતાધારકોએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ

 • Share this:
  દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટ ચાર કામની વાત જણાવી છે. આને જાણ્યા બાદ તેમના પૈસા બેંકમાં સલામત રહેશે. એસબીઆઈ બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે ગ્રાહકોએ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ તેમણે શું ન કરવું જોઈએ. જાણો આ ચાર વાતો...

  1) જાહેરમાં ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ ન કરવોઃ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જાહેર ઇન્ટરનેટ એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા અન્ય કોઈ એવી જગ્યા જ્યાં તમને WiFiની સુવિધા મળતી હોય છે ત્યાં ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી તમારી બેન્કિંગ વિગતો જાહેર થવાનું જોખમ રહેલું છે. (વાંચોઃ એસબીઆઈના ડેબિટ કાર્ડ પર આવી રીતે લગાવો તમારો ફોટોગ્રાફ)

  2) OTP, PINs, CVV, UPI પીન શેર ન કરોઃ બેંકનું કહેવું છે કે ક્યારેય પણ તમારે તમારો ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) પીન નંબર, એટીએમ કાર્ડની પાછળ લખેલો સીવીવી નંબક કોઈ સાથે શેર કરવો જોઈએ નહીં. આજકાલ એવા ફોન આવે છે કે અમે બેંકમાંથી બોલીએ છીએ, અમને તમારા કાર્ડ પર લખેલો ચોક્કસ નંબર જણાવો. આ લોકો આવું કરીને તમારા બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હોય છે.

  3) એકાઉન્ટની માહિતી ફોનમાં સેવ ન કરવીઃ તમારે ક્યારેય પણ પોતાના ફોનમાં પોતાનો બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર કે તેનો ફોટોગ્રાફ રાખવો જોઈએ નહીં. કારણ કે આ માહિતી તમારા ફોનમાંથી હેક થઈ શકે છે. (વાંચોઃ ઘર બેઠા એક બ્રાંચમાંથી બીજી બ્રાંચમાં ટ્રાન્સફર કરો તમારું SBI બેંક ખાતું)

  4) તમારું ATM કાર્ડ કોઈને ન આપોઃ તમારે તમારું એટીએમ, ક્રેડિટ કાર્ડ કોઈને આપવું જોઈએ નહીં. સાથે જ તેની સાથે જોડાયેલી વિગતો પણ કોઈ સાથે શેર કરવી જોઈએ નહીં. આવું કરવાથી તમારા એકાઉન્ટમાંથી તમારી જાણકારી વગર ટ્રાન્ઝેક્શન(આપ-લે) થઈ શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: