Adani Group: અદાણી પાવરના શેર 1 જાન્યુઆરી 2022થી રૂ. 101.30 પર ટ્રેડ કરી રહ્યા હતા, જે ગુરુવારે 7 એપ્રિલના રોજ રૂ. 256.95 પર પહોંચી ગયા હતા. આ પ્રકારે વર્ષ 2022માં આ શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં 157% રિટર્ન આપ્યું છે.
મુંબઇ: અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓએ રોકાણકારોને આ વર્ષે પણ દમદાર રિટર્ન આપ્યું છે. શેર બજારમાં અદાણી ગ્રુપની કુલ 7 કંપનીઓ લિસ્ટેડ (Adani listed company) છે. આ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂ 7 એપ્રિલના રોજ 200 અરબ ડોલરને પાર કરી ગઈ છે. આ 7 કંપનીઓમાંથી બે કંપનીઓના શેરોએ રોકાણકારોને આ વર્ષે અત્યારસુધીમાં 150 ટકાથી વધુનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તથા અન્ય 3 કંપનીઓના શેરમાં 50 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. અદાણી ગૃપની કુલ 7 કંપનીઓએ આ વર્ષે રોકાણકારોને અત્યાર સુધીમાં 78 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. અહીંયા અદાણી ગ્રુપની તમામ કંપનીઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
અદાણી પાવર (Adani Power)
અદાણી પાવરના શેર 1 જાન્યુઆરી 2022થી રૂ. 101.30 પર ટ્રેડ કરી રહ્યા હતા, જે ગુરુવારે 7 એપ્રિલના રોજ રૂ. 256.95 પર પહોંચી ગયા હતા. આ પ્રકારે વર્ષ 2022માં આ શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં 157% રિટર્ન આપ્યું છે. અદાણી પાવરની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે રૂ. 99,007.62 કરોડના સ્તર પર પહોંચી ગઈ છે.
અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy)
અદાણી ગ્રીન એનર્જીના એક શેરની કિંમત 1 જાન્યુઆરી 2022ના રોજ રૂ. 1,346.90 હતી, જે ગુરુવારે 7 એપ્રિલના રોજ રૂ. 2,275ના સ્તર પર પહોંચી ગયો હતો. આ પ્રકારે વર્ષ 2022માં આ શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં 67% રિટર્ન આપ્યું છે. અદાણી ગ્રીન એનર્જીની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 3,50,339.20 કરોડના સ્તર પર પહોંચી ગઈ છે.
અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)
અદાણી ટોટલ ગેસની એક શેરની કિંમત 1 જાન્યુઆરી, 2022ના રોજ રૂ. 1,743.80 હતી, જે ગુરુવારે 7 એપ્રિલના રોજ રૂ. 2,600ના સ્તર પર પહોંચી ગઈ છે. અદાણી ટોટલ ગેસના શેરે રોકાણકારોને આ વર્ષે અત્યાર સુધીમાં 50% રિટર્ન આપ્યું છે. અદાણી ટોટલ ગેસની માર્કેટ કેપિટલાઈઝેશન દિવસે કારોબાર દરમિયાન રૂ. 2,83,311.08 કરોડના સ્તર પર પહોંચી ગઈ હતી.
અદાણી પોર્ટ (Adani Ports)
અદાણી ગ્રુપની તમામ કંપનીઓમાં અદાણી પોર્ટના શેરનું આ વર્ષે સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં અદાણી પોર્ટના શેરની કિંમતમાં માત્ર 17.41 ટકાનો વધારો થયો છે. 1 જાન્યુઆરી 2022ના રોજ આ કંપનીના શેરની કિંમત રૂ. 736.60 હતી, જે ગુરુવારે 7 એપ્રિલના રોજ દિવસના કારોબાર દરમિયાન રૂ. 865ના સ્તર પર પહોંચી ગઈ હતી. અદાણી પોર્ટની માર્કેટ કેપ ગુરુવારે રૂ.1,80,660.72 કરોડના સ્તર પર પહોંચી ગઈ હતી.
અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission)
અદાણી ટ્રાન્સમિશનના એક શેરની કિંમત 1 જાન્યુઆરી 2022ના રોજ રૂ.1,731.10 હતી. આ શેરની કિંમતમાં અત્યાર સુધીમાં 51 ટકાનો વધારો થયો છે. ગુરુવારે 7 એપ્રિલના રોજ દિવસના કારોબાર દરમિયાન આ શેરની કિંમત રૂ.2,640 થઈ ગઈ હતી. અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ કેપ ગુરુવારે રૂ. 2,81,666.86 કરોડના સ્તર પર પહોંચી ગઈ હતી.
અદાણી વિલ્મરનો શેર ફેબ્રુઆરી 2022માં લિસ્ટેડ થયો હતો. તેમ છતાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓમાં આ શેરે સૌથી વધુ રિટર્ન આપ્યું છે. અદાણી વિલ્મરનો IPO 8 ફેબ્રુઆરી 2022ના રોજ રૂ. 227ના સ્તર પર લિસ્ટેડ થયો હતો, ત્યારથી અત્યાર સુધીમાં આ શેરની કિંમતમાં 180%નો વધારો થયો છે. ગુરુવારે 7 એપ્રિલના રોજ દિવસના કારોબાર દરમિયાન આ શેરની કિંમત રૂ. 639 થઈ ગઈ હતી. આ કંપનીની માર્કેટ કેપ ગુરુવારે રૂ. 83,133.94 કરોડના સ્તર પર પહોંચી ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises)
અદાણી એન્ટરપ્રાઈઝના એક શેરની કિંમત 1 જાન્યુઆરી, 2022ના રોજ રૂ. 1,717.15 હતી. ગુરુવારે 7 એપ્રિલના રોજ દિવસના કારોબાર દરમિયાન આ શેરની કિંમત રૂ. 2,200 થઈ ગઈ હતી. આ પ્રકારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં 28 ટકા રિટર્ન આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝની માર્કેટ કેપિટલાઈશન ગુરુવારે રૂ. 2,38,422.33 કરોડના સ્તર પર પહોંચી ગઈ હતી.
અદાણી ગ્રુપની તમામ સાત કંપનીઓની માર્કેટ કેપિટલાઈઝેશન ગુરુવારે દિવસના કારોબાર દરમિયાન રૂ.15,16,541.75 કરોડ એટલે કે, 200 અરબ ડોલર પર પહોંચી ગઈ હતી. રિલાયન્સ અને ટાટા ગ્રુપ બાદ અદાણી ગ્રુપ દેશનું ત્રીજું એવું બિઝનેસ જૂથ છે, જેની માર્કેટ કેપિટલાઈઝેશન 200 અબજ ડોલરથી વધુ છે. ગૃપની સાત લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચ કંપનીઓના શેર ગુરુવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. ટાટા ગ્રુપની માર્કેટ કેપિટલાઈઝેશન હાલમાં 320 અરબ ડોલર છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળા રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપિટલાઈઝેશન હાલમાં 237 અરબ ડોલર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર