Dmart ના CEO ઇગ્નેશિયસ નેવિલ નોરોન્હા અબજોપતિઓની યાદીમાં થયા સામેલ

ડીમાર્ટ સીઈઓ

Avenue Supermarts Ltd CEO Ignatius Noronha: ઇગ્નેશિયસ નેવિલ નોરોન્હા ભારતના સૌથી ધનિક વ્યાવસાયિક મેનેજર બન્યા છે. તેમની સંપત્તિ 7,744 કરોડને પાર કરી ગઈ છે. 

  • Share this:
    મુંબઈ: DMart રિટેલ સ્ટોર ચલાવનારી કંપની એવન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડ (Avenue Supermarts Ltd)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઇગ્નેશિયસ નેવિલ નોરોન્હા (Ignatius Noronha)ની સંપત્તિમાં એક અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. આનું કારણ એ છે કે આ વર્ષે રિટેલ કંપનીના શેરમાં આશ્ચર્યજનક રીતે 113 ટકાનો વધારો થયો છે. BSE પર આજના ટ્રેડિંગમાં, આ સ્ટોક ઇન્ટ્રાડેમાં 5,899 રૂપિયાના નવા રેકોર્ડને સ્પર્શી ગયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 3.54 લાખ કરોડના સ્તરને પાર કરી ગયું છે. છેલ્લા સાત સત્રથી શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની અવધિમાં 40 ટકાનો વધારો થયો છે.

    આ તેજી સાથે, ઇગ્નેશિયસ નેવિલ નોરોન્હા ભારતના સૌથી ધનિક વ્યાવસાયિક મેનેજર બન્યા છે. તેમની સંપત્તિ 7,744 કરોડને પાર કરી ગઈ છે. નોરોન્હા હાલમાં કંપનીમાં 13.13 મિલિયન શેર અથવા 2.03 ટકા હિસ્સો ધરાવે છે. એવન્યૂ સુપર માર્કેટના શેરમાં તેમની સંપત્તિમાં 19 ગણો વધારો થયો છે. આ શેર 21 માર્ચ 2017 ના રોજ બજારમાં સૂચિબદ્ધ થયો હતો. તેની ઇશ્યૂ કિંમત 299 રૂપિયા હતી. ત્યારથી, આ સ્ટોકમાં 1800 ટકાનો વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા, નોરોન્હાએ નરસી મોન્જી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.

    DMart માં જોડાયા પહેલા નોરોન્હા હિન્દુસ્તાન લીવરમાં કામ કરતા હતા. એવન્યૂ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દામાણી (Radhakishan damani)એ તેમને 2004માં બિઝનેસ હેડ તરીકે રાખ્યા હતા. તેમણે 2007માં CEO તરીકે પદ સંભાળ્યું હતું. આજે તેઓ ભારતના અબજોપતિઓની યાદીમાં સમાવિષ્ટ થયા છે.

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું MCXમાંથી એક્ઝિટ, આ ચાર શેરમાં પણ ઘટાડી ભાગીદારી

    બીજા ક્વાર્ટરમાં DMARTનો નફો થયો બેગણો

    ડીમાર્ટ કંપની (Avenue Supermarket)નો જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન સ્ટેન્ડઅલોન નેટ પ્રૉફિટ (Avenue Supermarket Q2 profit) 448.90 કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 210.20 કરો રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા બીજા ક્વાર્ટર દરમિયાન સ્ટેન્ડઅલોન રેવન્યૂ (Revenue) પણ 46.6% વધીને 7,649.64 કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 5,218.15 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: 2-3 અઠવાડિયામાં મળશે બમ્પર વળતર, રોકાણ માટે નિષ્ણાતોએ સૂચવ્યા 10 શેર- તમે પણ કરી લો એક નજર

    બીજા ક્વાર્ટર દરમિયાન DMARTનો નફો લગભગ ડબલ થયો છે. જોકે, આ નફો અંદાજથી થોડો ઓછો છે. કંપનીની આવક 47% વધીને 7,800 કરોડ રૂપિયા નજીક પહોંચી છે. જ્યારે માર્જિનમાં 2%થી વધારે સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરમાં 26% ઉછાળો આવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: