બીજા ક્વાર્ટરમાં DMARTનો નફો થયો બેગણો, જાણો શેર પર નિષ્ણાતોનો અભિપ્રાય

ડીમાર્ટ (પ્રતીકાત્મક તસવીર)

Avenue Supermarket (DMART) share tips: બીજા ક્વાર્ટર દરમિયાન DMARTનો નફો લગભગ ડબલ થયો છે. જોકે, આ નફો અંદાજથી થોડો ઓછો છે.

 • Share this:
  મુંબઈ: ડિમાર્ટ કંપની (Avenue Supermarket)નો જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન સ્ટેન્ડઅલોન નેટ પ્રૉફિટ (Avenue Supermarket Q2 profit) 448.90 કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 210.20 કરો રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા બીજા ક્વાર્ટર દરમિયાન સ્ટેન્ડઅલોન રેવન્યૂ (Revenue) પણ 46.6% વધીને 7,649.64 કરોડ રૂપિયા થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 5,218.15 કરોડ રૂપિયા હતી.

  બીજા ક્વાર્ટર દરમિયાન DMARTનો નફો લગભગ ડબલ થયો છે. જોકે, આ નફો અંદાજથી થોડો ઓછો છે. કંપનીની આવક 47% વધીને 7,800 કરોડ રૂપિયા નજીક પહોંચી છે. જ્યારે માર્જિનમાં 2%થી વધારે સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરમાં 26% ઉછાળો આવ્યો છે.

  Avenue Supermarket પર MORGAN STANLEYનો અભિપ્રાય

  મોર્ગન સ્ટેઇનલીએ એવેન્યૂ સુપરમાર્કેટ પર રેટિંગને ડાઉનગ્રેડ કરીને અંડરવેટ કર્યું છે. આ સાથે શેરનો ટાર્ગેટ 4,338 રૂપિયા કર્યો છે. તેનું કહેવું છે કે બીજા ક્વાર્ટરનું પરિણામ અમારા અનુમાન પ્રમાણે નથી આવ્યું. જોકે, ભવિષ્યમાં પરિણામ સારું રહેવાની આશા છે. જોકે, એવેન્યૂ સુપરમાર્કેટમાં રોકાણ માટે ઘટાડાની રાહ જોવી જોઈએ.

  Credit Suisseનો Avenue Supermarket પર અભિપ્રાય

  Credit Suisse તરફથી એવેન્યૂ સુપરમાર્કેટને અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ વધારીને 3,500 રૂપિયા કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે ત્રિમાસિક પરિણામ અપેક્ષા પ્રમાણે આવ્યા છે. બીજી લહેર પછી સ્થિતિ સામાન્ય થઈ હોય તેવું લાગ્યું છે. હાલ સ્ટ્રેચ્ડ વેલ્યૂએશન (Stretched Valuation)ને પગલે અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે.

  MACQUARIEનો અભિપ્રાય

  MACQUARIE તરફથી એવેન્યૂ સુપરમાર્કેટને Outperform રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે શેરનો ટાર્ગેટ 5,950 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે બીજા ક્વાર્ટરનો નફો અપેક્ષા કરતા વધારે રહ્યો છે. સારું વેચાણ અને બેટર મિક્સ અને કિંમત પર કાબૂને પગલે નફામાં વધારો થયો છે. FY22/23/24 માટે EPS વધારીને 6% કર્યો છે.

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપની લાવશે IPO, જાણો વિગત

  CNBC TV-18ના કહેવા પ્રમાણે સેબીએ Adani Wilmar અને Star Healthના આઈપીઓની અરજી મંજૂરી કરી દીધી છે. FMCG કંપની Adani Wilmar આઈપીઓ મારફતે ફ્રેશ ઇશ્યૂ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. જ્યારે સ્ટાર હેલ્થને પણ આઈપીઓની મંજૂરી મળી છે. આ કંપનીમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી છે. જેના પગલે રોકાણકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published: