મંદીનું ગ્રહણ : ટ્રકના વેચાણમાં 60%નો ઘટાડો, અશોક લેલેન્ડને સૌથી વધુ નુકસાન

અશોક લેલેન્ડથી માંડી ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રકોના વેચાણમાં ઘટાડાથી ઑટો સેક્ટરમાં ચિંતા

News18 Gujarati
Updated: September 4, 2019, 3:54 PM IST
મંદીનું ગ્રહણ : ટ્રકના વેચાણમાં 60%નો ઘટાડો, અશોક લેલેન્ડને સૌથી વધુ નુકસાન
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 4, 2019, 3:54 PM IST
ઑટો સેક્ટર પર મંદીનો સતત માર વાગી રહ્યો છે. લગભગ તમામ ઑટોમોબાઇલ કંપનીઓના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઑગસ્ટ મહિનામાં ટ્રેકોના વેચાણમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અહેવાલો મુજબ, કોમર્શિયલ વાહનો બનાવનારી કંપની ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, વોલ્વો ઇચર મેકર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં ઑગસ્ટમાં વેચાણ લગભગ 60 ટકા ઘટીને 31,067 યુનિટ રહી ગયું છે.

જોકે, કંપનીઓ આ મંદીથી બહાર આવવા માટે ગ્રાહકો માટે અનેક ઓફર પણ આપી રહી છે, પરંતુ તમામ યોજના તેમની સફળ થતી નથી લાગી રહી. અહેવાલો મુજબ, કંપનીઓ આ સ્થિતિમાંથી બહાર આવવા માટે 49 ટનથી વધુ ક્ષમતાવાળા ટ્રકો પર 9 લાખ રૂપિયા સુધીની ભારે છૂટ આપી રહી છે. તેમ છતાંય, ટ્રકોની માંગ વધતી નથી લાગી રહી.

આ પણ વાંચો, મંદીનો માર : મારુતિએ હરિયાણા પ્લાન્ટમાં 'No-Production Days'ની જાહેરાત કરી

જો ઓગસ્ટ 2018ની સામે ટાટા મોટર્સના વાહનોનું વેચાણના આંકડા જોઈએ તો એક વર્ષમાં કંપનીના વેચાણમાં 58 ટકાનો ઘટાડો નોંધાયો છે. અશોક લેલેન્ડના ટ્રકનું વેચાણ 70 ટકા ઘટી ગયું છે. વોલ્વો ઇચર ટ્રકનું વેચાણ 41.7 ટકા અને મહિન્દ્રા અને મહિન્દ્રાનું વેચાણ 69 ટકા ઘટી ગયું છે.

જીએસટીમાં ઘટાડાની માંગ
Loading...

નોંધનીય છે કે, સંકટનો સામનો કરવા ઓટોમોબાઇલ સેક્ટરે મોદી સરકારને જીએસટી દરોમાં ફરી ઘટાડાની માંગ કરી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના રાષ્ટ્રીય અધ્યક્ષે નિવેદન જાહેર કરીને તેની માંગ કરી છે. બીજી તરફ, ઉદ્યોગ સંઘ એસોચૈમે આ ડિમાન્ડનું સમર્થન કરતાં કહ્યું છે કે ટૂ-વ્હીલર્સ પર જીએસટી દર ઘટાડીને 5 ટકા કરી દેવો જોઈએ.

આ પણ વાંચો, Bumper Discount : Baleno, Ignis અને Ciaz સહિત ગાડીઓ પર રૂ. 1.12 લાખ સુધીની છૂટ

ઑટો સેક્ટર પર મંદીનું ગ્રહણ

નોંધનીય છે કે, આ વર્ષે ઑગસ્ટમાં ગયા વર્ષની તુલનામાં પેસેન્જર ગાડીઓનું વેચાણ લગભગ 30 ટકા ઘટ્યું છે. ગયા મહિને નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે રાહતની જાહેરાત કરી તેની અસર થતી દેખાતી નથી. જેથી હવે ઑટો ઇન્ડસ્ટ્રીએ જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી છે.

ઑટો સેક્ટરમાં વેચાણ 30 ટકાથી વધુ ઘટ્યું છે. 90 ટકા ફેક્ટરીઓમાં માત્ર 50 ટકા પ્રોડક્શન ચાલી રહ્યું છે. જોકે, આશા કરવામાં આવી રહી છે કે ઑટો સેક્ટરને મંદીથી બહાર કાઢવા માટે સરકાર જૂના વાહનની સ્ક્રેપ નીતિ હેઠળ ટેક્સમાં છૂટની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો, આર્થિક સુસ્તી પર ડૉ. મનમોહનના સમર્થનમાં આવી શિવસેના, ભાજપની ઝાટકણી કાઢી
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...