Home /News /business /આ મોટી કંપની 3000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે, શેરની કિંમતોમાં કડાકો બોલ્યો
આ મોટી કંપની 3000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે, શેરની કિંમતોમાં કડાકો બોલ્યો
જાણીતી ઓટો કંપની કોસ્ટ કટિંગ માટે ભારત અને નોર્થ અમેરિકાના તેના યુનિટ્સમાંથી કર્મચારીઓને છૂટા કરશે
Ford Motor Company: ફોર્ડ મોટર પોતાના અનેક કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના સીઈઓ અને ચેરમેન દ્વારા પાઠવવામાં આવેલા ઈમેઇલમાં કહેવામાં આવ્યું હતું કે કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ પર ફોકસ વધારવા સાથે કોસ્ટ કટિંગ માટે પરંપરાગત કંબશન એન્જીનવાળી ગાડીઓ સાથે કામ કરતા અનેક કર્મચારીઓ પાસે આધુનિક વ્હીકલ અને ડિજિટલ સર્વિસિસમાં આવતા બદલાવ માટે જરુરી કુશળતા નથી.
નવી દિલ્હીઃ અમેરિકન કાર કંપની ફોર્ડ મોટર (Ford Motor) જલ્દી 3000 કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરશે. કંપની દ્વારા છટણી થનારા કર્માચારીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ્ડ અને સેલેરીડ બંને પ્રકારના કર્મચારીઓ સામેલ છે. કંપનીએ કહ્યું કે આ છટણી પ્રક્રિયામાં નોકરી ગુમાવનારા લોકોમાં સૌથી વધઉ ઉત્તર અમેરિકા અને ભારતમાં રહેતા લોકો સામેલ છે. 100 વર્ષથી પણ વધુ જૂની આ અમેરિકન દિગ્ગજ કાર કંપનીએ હાલમાં જ ઈલેક્ટ્રિક સેગમેન્ટ પર ફોકસ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સના એક રિપોર્ટ અનુસાર ઈવી સેગમેન્ટમાં ફોર્ડ સોફ્ટવેરથી ચાલતી ઈલેક્ટ્રિક કાર પર ધ્યાન આપી રહી છે અને ટેસ્લા જેવી કંપની સાથે આ સેક્ટરમાં ભાગ પડાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ વાત પર જ ફોક્સ રાખતા કંપની પોતાનામાં અનેક ફેરફાર કરી રહી છે જેના ભાગરુપે આ છટણી કરવામાં આવી રહી છે.
ફોર્ડ મોટરના ચીફ એક્ઝેક્યુટિવ જીમ ફારલે મહીનાઓથી કહેતા આવ્યા છે કે તેમની કંપની પાસે એવા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે, જેમની પાસે ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઈલેક્ટ્રિક વ્હીકલ અને ડિજિટલ સર્વિસમાં જરુરી બદલાવ માટે જરુરી કુશળતા નથી. ફારલે અને કંપનીના ચેરમેન બિલ ફોર્ડે એક જોઇન્ટ ઈમેલમાં કહ્યું કે, 'અમે કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી રહ્યા છીએ અને આ સાથે સમગ્ર બિઝનેસની કાર્યપદ્ધતીને નવેસરથી ઓર્ગેનાઇઝ કરતા તેને વધુ સરળ બનાવી રહ્યા છીએ. તમને તમારા વિસ્તારના લીડર્સ અંગે સપ્તાહના અંત સુધીમાં વધુ જાણકારી મળશે.'
ટેસ્લાનું મોડેલ અપનાવવા પર ભાર
ફોર્ડ દ્વારા કર્મચારીઓને છુટ્ટા કરવાના સમાચાર સામે આવ્યા બાદ વોલ સ્ટ્રીટમાં ફોર્ડના શેરમાં 5 ટકા જેટલો તગડો ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્ડના કર્મચારીઓમાં મોટાભાગના એવા છે જેમને પરંપરાગત કંબશન એન્જીનવાળી ગાડીઓ સપોર્ટ કરવા માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા. ફારલેએ આવનારા સમયમાં ફોર્ડ માટે એક વ્યાપક ઈલેક્ટ્રિક વ્હીકલ લાઈનઅપ માટે એક મોડેલ તૈયાર કર્યું છે. જે મુજબ ફોર્ડ પણ હવે ટેસ્લાની જેમ સર્વિસસ આધારીત રેવન્યુ કમાવવા માગે છે, જે ડિજિટલ સોફ્ટવેર અને કનેક્ટિવિટી પર નિર્ભર હોય.
એલન મસ્કની ટેસ્લાએ આ વર્ષના પ્રી ટેક્સ પ્રોફિટ માર્જિન મામલે ફોર્ડને પાછળ છોડી દીધી છે. ફારલે આ કારણે જ કંપનીમાં કોસ્ટ કટિંગ પર ભાર આપી રહ્યા છે. સોમવારે ફારલે દ્વારા મોકલવામાં આવેલા ઈમેઇલમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનું કોસ્ટ સ્ટ્રક્ચર પારંપારિક અને નવા પ્રતિસ્પર્ધીઓની તુલનામાં જૂનું અને આઉટડેટેડ થઈ ગયું છે. બીજી તરફ બેટરીની કિંમતમાં સતત વધારો, કાચા માલના સતત વધતા ભાવ અને શિપિંગનો વધતો ખર્ચના કારણે ફોર્ડ સહિત અન્ય ઓટો કંપનીઓ પર પણ વધારાનો ખર્ચ દબાવ વધ્યો છે.
ફોર્ડ કંપની હાલ પોતાના બિઝનેસને ત્રણ કેટેગરીમાં વહેંચી રહી છે. આ ત્રણ કેટેગરી એટલે ઈલેક્ટ્રિક વ્હીકલ, ડીઝલ-પેટ્રોલ વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ હશે. આ પહેલા જુલાઈમાં ફારલેએ કહ્યું હતું કે કંપનીના ખર્ચમાં ઘટાડો કરવા માટે ડીઝલ-પેટ્રોલ કેટેગરીમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે, જોકે સોમવારે આવેલા ઈમેઇલમાં કહેવામાં આવ્યું કે કંપની દરેક કેટેગીરમાં છટણી કરવાની છે. આ પહેલા વધુ એક મોટી ઓટો કંપની જનરલ મોટર્સે પણ ઈલેક્ટ્રિક વ્હીકલ પર ફોકસ વધારવાને લઈને 2018ના અંતમાં 14000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર