Home /News /business /Rakesh Jhunjhunwala Portfolio: છ મહિનામાં 40% ઉછળ્યો આ શેર, રાકેશ ઝુનઝુનવાલાએ વધારી ભાગીદારી

Rakesh Jhunjhunwala Portfolio: છ મહિનામાં 40% ઉછળ્યો આ શેર, રાકેશ ઝુનઝુનવાલાએ વધારી ભાગીદારી

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: એસ્કોર્ટ્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 સુધીમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે 75 લાખ શેર છે, જે કુલ મૂડીના 5.80 ટકા છે.

નવી દિલ્હી: ભારતી શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ Escorts કંપનીમાં એક વર્ષ સુધી 64 લાખ શેરનો પોતાનો સ્ટેક રાખ્યા બાદ તેમણે પોતાની હિસ્સેદારીમાં વધારો કર્યો છે. વોરેન બફેટ ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2022માં એસ્કોર્ટ્સમાં 5.22 ટકાની ભાગીદારી વધારીને 5.80 ટકા કરી દીધી છે. એસ્કોર્ટ્સમાં 18 ફેબ્રુઆરી સુધીમાં રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાએ વધારાના 11 લાખ શેર ખરીદ્યા છે. જેનાથી ઝુનઝુનવાલાની ભાગીદારી 64 લાખ શેરથી વધીને 75 લાખ શેરની થઈ ગઈ છે.

રાકેશ ઝુનઝુનવાલાનું શેરહોલ્ડિંગ (Rakesh Jhunjhunwala stake in Escorts)

એસ્કોર્ટ્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 સુધીમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે 75 લાખ શેર છે, જે કુલ મૂડીના 5.80 ટકા છે. Q3FY22 માટે એસ્કોર્ટ્સની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર નાખવામાં આવે તો કંપની પાસે 64 લાખ શેર હતા. જે કંપનીની પેઈડ અપ કેપિટલના 5.22 ટકા હતા. આ કારણોસર રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાં એસ્કોર્ટ્સના 11 લાખ શેર ઉમેરીને કંપનીમાં પોતાની ભાગીદારી વધારી હતી.

આ પણ વાંચો: એક જ મહિનામાં પૈસા ડબલ! આ પાંચ શેરના રિટર્ન પર કરી લો નજર

એસ્કોર્ટ્સમાં રાકેશ ઝુનઝુનવાલાની મૂડી (Capital of Rakesh Jhunjhunwala in Escorts)

રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 75 લાખ શેર છે અને એસ્કોર્ટ્સના શેરની કિંમત રૂ. 1,870 છે. કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ રૂ.1,400 કરોડ (રૂ.1,870 * 75,00,000) છે.

એસ્કોર્ટ્સ શેરની કિંમત (Escorts Share Price)

છેલ્લા એક મહિનામાં એસ્કોર્ટ્સના શેરની કિંમતમાં થોડે અંશે વૃદ્ધિ થઈ છે. છેલ્લા 6 મહિનામાં એસ્કોર્ટ્સના શેરની કિંમતમાં 40 ટકાનો વધારો થતા રૂ. 1,310 થી વધીને રૂ.1,870 થઈ ગઈ છે.

આ પણ વાંચો: માર્કેટ એક મહિલા જેવું છે, કોઈ તેનો રાજા ન હોઈ શકે: રાકેશ ઝુનઝુનવાલા

એસ્કોર્ટ્સ શેર પ્રાઈસ આઉટલુક (Escorts Share Price outlook)

ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું છે કે, એસ્કોર્ટ્સના શેરમાં બુલિશ ટ્રેડ ચાલી રહ્યો છે. આ શેરની વર્તમાન ભાવે ખરીદી કરી શકાય છે. રૂ.1,800ના સ્ટોપલોસ સાથે રૂ.1,900થી રૂ. 1,950નો ટૂંકાગાળા માટે ટાર્ગેટ રાખી શકાય છે.

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાત પાસે સલાહ લેવી જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Rakesh jhunjhunwala, Share market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन