મંદી વચ્ચે આવ્યા સારા સમાચાર, Maruti કારોના વેચાણ થયો વધારો

News18 Gujarati
Updated: November 1, 2019, 6:03 PM IST
મંદી વચ્ચે આવ્યા સારા સમાચાર, Maruti કારોના વેચાણ થયો વધારો
પ્રતિકાત્મક તસવીર

કંપનીએ આ દિવાળીના તહેવારમાં દેશભરની બજારોમાં 144,277 કરોના યુનિટનું વેચાણ કર્યું.

  • Share this:
દેશની સૌથી મોટી કાર નિર્માણ કરતી કંપની મારુતિ સુઝુકીને દિવાળી ફળી. શુક્રવારે કંપનીએ જણાવ્યું કે ગત મહિના ઓક્ટોબર કરતા તેની કારના વેચાણમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હાલ ઓટો સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. તે વચ્ચે આ ખબર આનંદદાયક છે. કંપનીએ જણાવ્યું કે ઓક્ટોબર મહિના કરતા આ વખતે તેના વેચાણમાં 4.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ આ દિવાળીના તહેવારમાં દેશભરની બજારોમાં 144,277 કરોના યુનિટનું વેચાણ કર્યું છે. ત્યાં જ ગત વર્ષે એટલે કે 2018માં કંપનીએ ઓક્ટોબર મહિનામાં 138,100 યુનિટનું વેચાણ કર્યું હતું.

ગત સાત મહિનામાં પહેલીવાર મારુતિ સુઝુકીની કારોના વેચાણમાં 4.5 ટકાનો વધારો થયો છે. આ વધારા માટે તહેવારનો સમય અને કાર પર કંપની દ્વારા મોટું ડિસ્કાઉન્ટ આપવાની વાતને પણ કારણભૂત માનવામાં આવે છે. ત્યાંજ કંપનીમાં કુલ કારોનું વેચાણ 153,435 યુનિટ રહ્યું. જ્યારે ગત વર્ષના આંકડા 146766 યુનિટ કરતા વધુ છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી અને દશેરાની વચ્ચેજ મારુતિ સુઝુકીની કારોના વેચાણમાં 7 થી 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. દેશની 70 ટકા બજારો પર રાજ કરતી હ્યુડાઇ અને મારુતિ બંને કંપનીઓના વેચાણમાં આ ઉછાળો જોવા મળ્યો છે. વળી દેશની ત્રીજા નંબરની કાર નિર્માણ કંપની મહિન્દ્રાની પણ ધનતેરસના વેચાણમાં 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ વેચાણ નોંધવામાં આવ્યું છે. યાત્રી કાર અને ટૂ વ્હિલરના વેચાણમાં પણ આ ઉછાળો જોવા મળ્યો છે. જે મંદીના સમયે ઓટો સ્કેટર માટે રાહતના સમાચાર લાવ્યો છે.
First published: November 1, 2019, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading