Royal Enfield લાવી શકે છે નવી બાઇક્સ, નામ હશે Hunter અને Sherpa

News18 Gujarati
Updated: January 1, 2020, 2:59 PM IST
Royal Enfield લાવી શકે છે નવી બાઇક્સ, નામ હશે Hunter અને Sherpa
રૉયલ એનફીલ્ડની હન્ટરમાં 250CC એન્જિન હોઈ શકે છે, શેરપા બાઇક જૂની યાદોને તાજા કરાવી શકે છે

રૉયલ એનફીલ્ડની હન્ટરમાં 250CC એન્જિન હોઈ શકે છે, શેરપા બાઇક જૂની યાદોને તાજા કરાવી શકે છે

  • Share this:
નવી દિલ્હી : રૉયલ એનફીલ્ડ (Royal Enfield)ની મોટરસાઇકલો ખરીદવાનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેથી કંપની પણ ગ્રાહકોને આકર્ષવા અનેકવાર નવા-નવા મૉડલ્સ ઊતારતી રહે છે. આવા જ પ્રયાસ રૂપે કંપની ટૂંક સમયમાં બીએસ-6 કમ્પ્લાયન્ટ મૉડલ લાવવાની છે. સાથોસાથ હાલમાં આવેલા અહેવાલો મુજબ કંપની Hunter અને Sherpa મૉડલની બાઇક પણ લૉન્ચ કરી શકે છે. મૂળે, તેને પોતાના આવનારા મૉડલ્સ માટે રજિસ્ટર કરાવ્યા છે. આ રજિસ્ટ્રેશનની તસવીરો પણ લીક થઈ ચૂકી છે. જોકે, હજુ સુધી તેના વિશે કોઈ અધિકૃત જાણકારી તો શૅર નથી કરવામાં આવી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે Hunterમાં 250CC એન્જિન હશે.

બીજી તરફ, Royal Enfield Sherpaની વાત કરીએ તો કંપની પહેલા 60ના દશકમાં આ નામનો ઉપયોગ કરી ચૂકી છે. તે બાઇકમાં 173CCનું ડબલ સ્ટ્રોક એન્જિન હતું અને તેની સ્પીડ 90થી 95 કિલોમીટર પ્રતિ કલાક હતી. હવે કંપની ફરીથી તેને નવા રૂપમાં રજૂ કરી શકે છે. આ ઉપરાંત હન્ટર નામ બિલકુલ નવું છે જે હિમાલયનથી નાની એડવેન્ચર મોટરસાઇકલ હોઈ શકે છે. આ બંને ઉપરાંત થોડા સમય પહેલા કંપનીએ Meteor અને Explorer નામને પણ ટ્રેડમાર્ક કરાવ્યા હતા.

અહેવાલો મુજબ, રૉયલ એનફીલ્ડ 2020ના પહેલા ક્વાર્ટરમાં એક્સપ્લોરર કે હન્ટર નામથી એક હળવી મોટરસાઇકલ લૉન્ચ કરવાનું છે. આ એક રોડસ્ટર સ્ટાઇલ બાઇક હશે.

આ પણ વાંચો,

હાર્દિક પંડ્યાએ ખુલ્લેઆમ નતાશા સાથેના સંબંધોની જાહેરાત કરી, શૅર કરી આ ખાસ તસવીર
જાણો, અમેરિકા, ભારત સહિત દુનિયાના 5 સૌથી શક્તિશાળી દેશોના માથે છે કેટલું દેવું!
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर