Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

યામાહા પોતાના સ્કૂટરો પર શાનદાર ઓફર આપી રહી છે.

Auto News: યામાહાના આ બે સ્કૂટરોની ખરીદી પર ગ્રાહકોને 2,999 રૂપિયાની ગિફ્ટની સાથે 20,000 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી રહી છે

  • Share this:
    નવી દિલ્હી. જાપાનની અગ્રીમ વાહન નિર્માતા કંપની યામાહા (Yamaha Motors) પોતાના સ્કૂટરોની રેન્જ પર આ મહિને ખાસ ઓફર્સની રજૂઆત કરી રહી છે. આ ઓફરમાં કંપનીએ યામાહા ફેસિનો (Yamaha Fascino 125) અને Ray ZR (Yamaha Ray ZR 125)ના મોડલ્સ સ્કૂટરોને સામેલ કર્યા છે. Yamahaના સ્કૂટરો દમદાર પાવર, હાઇ-ક્વોલિટી અને સારા પર્ફોમન્સ માટે જાણીતા છે. જો તમે પણ આ મહિને યામાહાની આ ઓફરનો લાભ ઉઠાવીને એક શાનદાર સ્કૂટર ખરીદવા માંગો છો તો અહીં અમે આપને તેની તમામ જાણકારી આપી રહ્યા છીએ.

    યામાહા ગ્રાહકોને પોતાના સ્કૂટર Fascino 125 હાઇબ્રિડ, Ray ZR અને Fascinoના નોન હાઇબ્રિડ મોડલ પર છૂટ આપી રહી છે. કંપનીએ જાણકારી આપતાં કહ્યું કે, આ સ્કૂટરોની ખરીદી પર ગ્રાહકોને 2,999 રૂપિયાની ગિફ્ટની સાથે 20,000 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીએ તમામ રાજ્યોમાં સ્ક્રેચ એન્ડ વીન ઓફરની પણ ઘોષણા કરી છે., જેના માધ્યમથી ગ્રાહક 35,000 રૂપિયા સુધીની આકર્ષક ગિફ્ટ અને 1 લાખ રૂપિયાનું બમ્પર ઈનામ જીતી શકે છે. આ ઓફર તમિલનાડુને બાદ કરતાં તમામ રાજ્યો માટે લાગુ છે.

    કંપનીએ આ સ્કૂટરો પર શાનદાર ફાઇનાન્સ ઓફર્સની પણ રજૂઆત કરી છે, જેમાં ગ્રાહક માત્ર 999 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને આ સ્કૂટરને પોતાના ઘરે લઈ જઈ શકે છે. કંપનીની આ ઓફર 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ ઓફર પણ તમિલનાડુને બાદ કરતાં ભારતના તમામ રાજ્યો માટે અમલી રહેશે.

    આ પણ વાંચો, Earn Money: 2 લાખ રૂપિયામાં Amul સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે 5 લાખ રૂપિયાથી વધુનો નફો

    Yamaha Fascino 125

    યામાહાએ આ સ્કૂટરમાં 125ccની ક્ષમતાનું એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 10.3Nmનો ટોર્ક અને 8.2PSનો પાવર જનરેટ કરે છે. કંપનીએ હાલમાં જ આ સ્કૂટરમાં નવા ફ્યૂઅલ ઇન્જેક્ટ હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજીના ઉપયોગ બાદ સ્કૂટરની માઇલેજ અને એક્સેલરેશન બંને સારા થઈ ગયા છે. કંપનીનું આ સ્કૂટર બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં ડિસ્ક અને ડ્રમ સામેલ છે. યામાહા Fascino 125ની ભારતીય બજારમાં કિંમત 70,000 રૂપિયાથી લઈને 76,530 રૂપિયા (એક્સ શો-રૂમ દિલ્હી)ની વચ્ચે છે.

    આ પણ વાંચો, Auto News: 65000 રૂપિયાથી ઓછામાં ખરીદો Hero, Bajaj અને TVSની આ બાઇક, 90 KMની મળશે માઇલેજ

    Yamaha Ray ZR 125

    યામાહાએ આ સ્કૂટરમાં 125ccની ક્ષમતાનું એર કૂલ્ડ, ફ્યૂઅલ ઇન્જેક્ટ બ્લૂ કોર એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 9.7 Nmનો ટોર્ક અને 8.2 PSનો પાવર જનરેટ કરે છે. ઇલેક્ટ્રિક સ્ટાર્ટરના સ્થાને આ સ્કૂટરમાં સ્માર્ટ મોટર જનરેટર (SMG)નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્કૂટરને સાઇલન્ટ સ્ટાર્ટ કરે છે. તેની સાથે જ આ સ્કૂટરમાં ઇનબિલ્ટ સાઇટ સ્ટાન્ડર્ડ કટ ઓફ સ્વિચ અને સ્ટોપ-સ્ટાર્ટ બટન આપવામાં આવ્યું છે. કંપની આ સ્કૂટરને બે વેરિયન્સ્લમાં રજૂ કર્યું છે, જેમાં સ્ટ્રીટ રેલી અને ZR સામેલ છે. યામાહા Ray ZR 125ની ભારતીય બજારમાં કિંમત 73,330 રૂપિયાથી લઈને 77,330 રૂપિયા (એક્સ શો-રૂમ, દિલ્હી)ની વચ્ચે છે.
    Published by:Mrunal Bhojak
    First published: