Home /News /business /Tata Motorsએ HBX મિડ-સાઇઝ SUVને Punch નામથી અનવીલ્ડ કરી, ફેસ્ટિવ સીઝનમાં થશે લૉન્ચ

Tata Motorsએ HBX મિડ-સાઇઝ SUVને Punch નામથી અનવીલ્ડ કરી, ફેસ્ટિવ સીઝનમાં થશે લૉન્ચ

Tata Punch એસયૂવી ફેસ્ટિવ સીઝનમાં લૉન્ચ થશે.

Tata Punch Unveiled: આ ડિઝાઈનર કારની મદદથી Tata Motors યુવાઓને આકર્ષિત કરવા ઈચ્છે છે, જાણો શું છે ફીચર્સ

Auto News: Tata Motorsએ આગામી માઈક્રો SUVના નામની સોમવારે ઘોષણા કરી છે. આ કાર તહેવારની સીઝન (Festive Season)માં લોન્ચ કરવામાં આવશે, તેથી આ કારનું નામ ટાટા ‘પંચ’ (Tata Punch- HBX) રાખવામાં આવ્યું છે. આ કાર SUV બ્રાન્ડની સૌથી નાની SUV (Sub compact SUV) છે અને આ કારને કંપનીના લાઈનઅપમાં નેક્સન કોમ્પેક્ટ SUV હેઠળ રાખવામાં આવી છે. આ કાર ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેંગ્વેજ હેઠળ બનાવવામાં આવી છે. આ ડિઝાઈનર કારની મદદથી કંપની યુવાઓને આકર્ષિત કરવા ઈચ્છે છે.

આ કારની ફ્રન્ટ પ્રોફાઈલ Tata SUVs- હેરીઅર, સફારી અને નેક્સન જેવી
ટાટાએ HBXનું અધિકૃત નામ પંચ (Tata Punch) રાખ્યું છે અને તેના આઉટસાઈડ પ્રોડક્શન spec SUVનો ખુલાસો કર્યો છે. આ કારની હેડલાઈટ્સમાં સ્પ્લિટ-હેડલેમ્પ સેટઅપ, એક્સટેન્સીવ બોડી ક્લેડીંગ, ફ્લેસી અલોય વ્હીલ અને રેક્ડ રૂફલાઈનનું ફીચર આપવામાં આવ્યું છે.

આ કારમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટીક AC, ક્રૂઝ કન્ટ્રોલ, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તથા કનેક્ટેડ કાર ટેકનોલોજીનું ફીચર આપવામાં આવ્યું છે.

આ ટાટા પંચ કારમાં ટિયાગોનું 86PS 1.2 લીટરની ક્ષમતા ધરાવતા પેટ્રોલ એન્જીન અને અલ્ટ્રોઝનું 110PS 1.2 લીટરની ક્ષમતા ધરાવતા ટર્બો પેટ્રોલ એન્જીનની સુવિધા આપવામાં આવી છે. આ કાર એન્ટ્રી લેવલની Tata SUV હશે, જે Mahindra KUV100, Maruti Suzuki Ignis તથા લોન્ચ થનાર Hyundai Casper (AX1) કરતા પણ ચડિયાતી હશે.

સાથે જ કારના એક્સટીરિયર વિશે જાણકારી આપવામાં આવી છે, જેમાં ફ્રન્ટ અને સાઈડ પ્રોફાઈલ વિશે માહિતી આપવામાં આવી છે. આ કારના સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપને કારણે આ કારની ફ્રન્ટ સાઈડ હેરિઅર અને સફારી જેવી દેખાઈ રહી છે. આ કારની ગ્રિલ Nexon જેવી છે. આ કારમાં બ્લ્યૂ રંગના બેઝ સાથે ત્રણ ટોન શેડ આપવામાં આવ્યા છે. જેમાં છત સફેદ અને આઉટસાઈડ રિઅર વ્યૂ મિરર (ORVMs) અને ક્લેડિંગ ફ્લેટ બ્લેક કલરના હશે.

આ પણ વાંચો, Bank Holidays: સતત 4 દિવસ Banks બંધ રહેશે, ફટાફટ પૂરા કરી દો કામ, અહીં જુઓ રજાઓનું લિસ્ટ

આ Tata SUVની પહેલી કાર હશે, જે ALFA-ARC (Agile Light Flexible Advanced Architecture) આધારિત હશે. આ કાર 2.0 ડિઝાઈન લેંગ્વેજ હેઠળ બનાવવામાં આવી છે. આ કાર ‘હાઈ ઈમ્પેક્ટ SUV’ હોવાનો ટાટાએ દાવો કર્યો છે.

ટાટા પંચ કાર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, આ કારણોસર ઈન્ટીરિયર વિશે જલ્દી જાણકારી આપવામાં આવશે. તેના ફીચર વિશે ઉપર જાણકારી આપવામાં આવી છે. આ કારમાં ફ્રન્ટ એરબેગ, EBD સાથે ABS અને રિઅર પાર્કિંગ કેમેરાની સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો, Stock Tips: આ દિગ્ગજ FMCG સ્ટોકમાં બે દિવસમાં આવશે જોરદાર ઉછાળો, જાણો Sanjeev Bhasinએ શું આપી ટીપ્સ

ટાટા પંચને ટિયાગોના 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેને 86PS અને 113Nm પર રેટ કરવામાં આવ્યું છે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT યુનિટ્સ શામેલ થઈ શકે છે. આ કારની કિંમત રૂ.5.5 લાખથી રૂ.8.5 લાખ હોઈ શકે છે.
First published:

Tags: Auto news, Car News, SUV, TATA, Tata motors