Mahindraની કારો પર મળી રહ્યું છે 2.55 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ચેક કરો કયા મોડલ પર કેટલી મળશે છૂટ

મહિન્દ્રાની ગાડીઓ પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ.

Mahindra Discount Offer: બોલેરો, સ્કોર્પિયોથી લઈને XUV500 સુધી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ગાડીઓ પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ

  • Share this:
Auto News: નવી કાર ખરીદવા ઇચ્છુક લોકો માટે કાર ઉત્પાદક કંપની મહિન્દ્રા (Mahindra and Mahindra) દ્વારા જોરદાર ઓફર આપવામાં આવી રહી છે. Mahindra હવે ઓગસ્ટ મહિનામાં પોતાની અલગ અલગ કાર પર રૂ. 2.55 લાખ જેટલી છૂટ (Mahindra Cars Discount) આપી રહી છે. જો તમે પણ ડિસ્કાઉન્ટનો ફાયદો લેવા માંગતા હોય તો આ મહિનામાં કારનું બુકિંગ કરાવી લો.

મહિન્દ્રા દ્વારા અત્યારે સ્કોર્પિયો (Mahindra Scorpio)થી લઈ Mahindra XUV500 સહિતના મોડલ પર છૂટ આપવામાં આવી રહી છે. જેના અંતર્ગત ગ્રાહકોને કેશ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફર (Mahindra Exchange Offers)નો લાભ પણ મળશે. આ ઉપરાંત કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, કમ્પ્લીમેન્ટરી એક્સેસરીઝની ઓફર પણ આપવામાં આવશે. અહીં મહિન્દ્રાની કારની ખરીદી પર મળતા ફાયદાની વિગતો આપવામાં આવી છે.

XUV500 પર રૂ. 1.79 લાખની છૂટ

મીડિયા અહેવાલ મુજબ Mahindra XUV500 પર તમને રૂ. 1.79 લાખની રોકડ છૂટ મળશે. તેમજ રૂ. 50,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 6500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને રૂ. 20,000ની એક્સેસરીઝનો ફાયદો પણ થશે.

Scorpio પર કેટલી છૂટ

Scorpio પર ગ્રાહકોને રૂ.15,000નું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. તેમજ રૂ.4500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળશે. જ્યારે એક્સેસરીઝમાં રૂ. 17,000 સુધીનો લાભ મળી રહ્યો છે. તેમજ પ્રીમિયમ MVP મહિન્દ્રા મરાજો પર ગ્રાહકોને રૂ. 20,000 સુધીની રોકડ છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5200નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળે છે.

XUV300 પર પણ મળશે ડિસ્કાઉન્ટ

આ કારમાં ગ્રાહકોને રૂ. 10,480નું કેશ ડિસ્કાઉન્ટ મળે છે, તેમજ રૂ. 25,000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તરીકે રૂ. 4000 આપવામાં આવે છે. આ સાથે જ રૂ. 5000ની એક્સેસરીઝ પણ મળે છે.

આ પણ વાંચો, Tata Motorsની શાનદાર ઓફર, માત્ર 4111 રૂપિયાના હપ્તે ઘરે લાવો આ શાનદાર કાર, મળશે ખાસ ફીચર્સ

Mahindra Bolero પર આટલું ડિસ્કાઉન્ટ

મહિન્દ્રાની બોલેરો કાર પર રૂ.3500નું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે.

(નોંધ- કાર પરનું આ ડિસ્કાઉન્ટ શહેર મુજબ અલગ અલગ હોય શકે છે. જેથી કાર ખરીદતા પહેલા ડીલરનો સંપર્ક કરવો જરૂરી છે.)
First published: