મોનસૂનમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટાયરની સંભાળ કેવી રીતે રાખશો? અહીં વાંચો તમામ ટિપ્સ

Tyre Care Maintenance Tips: ચોમાસાની સીઝનમાં લૉન્ગ ટ્રિપ કે હોલિડે પ્લાન કરતાં પહેલા ટાયરોમાં આ બાબતોની લો કાળજી

Tyre Care Maintenance Tips: ચોમાસાની સીઝનમાં લૉન્ગ ટ્રિપ કે હોલિડે પ્લાન કરતાં પહેલા ટાયરોમાં આ બાબતોની લો કાળજી

 • Share this:
  Tyre Care Maintenance Tips:  કોરોના મહામારી (Corona Pandemic) અને લૉકડાઉન (Lockdown)ના કારણે ઘણા લોકો લાંબા સમયથી પોતાન ઘરમાં જ કેદ હતા. પરંતુ જેવું ચોમાસું (Monsoon 2021) આવ્યું છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે, તેવા જ લોકો લૉન્ગ ટ્રિપ (Long Trip) અને હૉલિડે પ્લાન (Holiday Planning) કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં ઘણા લોકો પોતાના વ્હીકલ (Vehicles) લઈને મુસાફરી કરતા રહે છે. અહીં અમે આવા જ લોકો માટે તેમના વ્હીકલ માટે કેટલીક જાણકારી લઈને આવ્યા છીએ. જો તમે તેને ફોલો કરશો તો આપના વ્હીકલના ટાયર મુસાફરી દરમિયાન સુરક્ષિત રહેશે અને આપને કારણ વગર ટાયરની તકલીફનો સામનો નહીં કરવો પડે. આવો જાણીએ કે વ્હીકલ્સના ટાયર (Vehicles Tyre Care)ની સંભાળ કેવી રીતે રાખવી...

  ટાયર એર-પ્રેશરની તપાસ- જ્યારે પણ તમે મુસાફરી શરૂ કરી તેના પહેલા પોતાના વ્હીકલ્સના ટાયરના એરપ્રેશર ચોક્કસ ચેક કરો. યોગ્ય એર પ્રેશરથી એક તો બ્રેક યોગ્ય રીતે કામ કરે છે અને વ્હીકલ વધુ માઇલેજ આપે છે. સાથોસાથ એર પ્રેશર ઠીક હોવાના કારણે દુર્ઘટનાની શક્યતા પણ ઘટી જાય છે.
  ટાયરના વાલ્વ કેપનો કરો ઉપયોગ- પોતાના વ્હીકલના તમામ ટાયરોમાં તમારે ચોમાસા દરમિયાન વાલ્વ કેપનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે વરસાદમાં રસ્તારો પર કિચડ હોય છે. જેનાથી ટાયરના વાલ્વમાં માટી ભરાઈ જાય છે અને જ્યારે તમે હવા ભરાવવાનો પ્રયાસ કરો છો તો આપશે પરેશાનીનો સામનો કરવો પડે છે.

  આ પણ વાંચો, OMG: હૉસ્પિટલનો સામાન લઈને પાંચમા માળે પહોંચી ગઈ રિક્ષા, જાણો શું છે સમગ્ર મામલો

  ટાયરની ગ્રિપ જરૂર ચેક કરો- જ્યારે પણ તમે વરસાદ દરમિયાન ડ્રાઇવ કરો તેના પહેલા આપને આપના વ્હીકલના તમામ ટાયરોની ગ્રિપ ચેક કરવી જોઈએ. કારણ કે આ ગ્રિપ જ તેજ સ્પીડ દરમિયાન ભીના રસ્તા પર અચાનક બ્રેક વાગવાથી રોકે છે. જો આપના ટાયરોમાં ગ્રિપ ઠીક નહીં હોય તો દુર્દટના થવાની શક્યતા વધી જાય છે.

  આ પણ વાંચો, Gold Price Today: એક સપ્તાહમાં 410 રૂપિયા મોંઘું થયું સોનું, 60000 સુધી પહોંચી શકે છે કિંમત

  ટાયરની ઉંમરનું સતત નિરીક્ષણ- પોતાના વ્હીકલના ટાયરનું સમયાંતરે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. વિશેષજ્ઞોનું માનીએ તો વ્હીકલ્સના ટાયરના 10 વર્ષના અંતરાળ પર બદલી લેવા જોઈએ. ભલે તેમાં ગ્રિપ ઠીક કેમ ન હોય.

  ઓછી હવા-લિકેજ ઠીક કરવો- જો આપના વ્હીકલના ટાયરોની હવા ઝડપથી ઓછી થઈ જાય છે તો આપને મામૂલી હવાના લિકેજને ચેક કરાવવું જોઈએ અને તેને ઠીક કરાવી લેવું જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published: