નવી દિલ્હી. હાલના સમયમાં સમગ્ર દેશમાં પેટ્રોલનો ભાવ (Petrol Price in India) 90 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. આ ઉપરાંત અનેક મહાનગરો અને શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પણ પાર પહોંચી ગઈ છે. એવામાં જો તમે પોતાનો ખર્ચ ઓછો કરવા માટે વધુ માઇલેજ આપતી બાઇક શોધી રહ્યા છો તો આપના માટે હીરો એચએફ ડીલક્ષ (Hero HF Deluxe) બાઇક એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 50,200 રૂપિયા છે અને આ બાઇક 83 kmplની માઇલેજ આપે છે. આવો જાણીએ આ બાઇક વિશે બધું જ...
હીરો એચએફ ડીલક્ષનું એન્જિન (Hero HF Deluxe Engine)- હીરો મોટોકોર્પે આ બાઇકમાં 97.2ccનું એર કૂલ્ડ, 4 સ્રોપિક સિંગલ સિલિન્ડર OHC એન્જિન આપ્યું છે, જે 8.2bhpના પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથોસાથ બાઇકમાં આપને 4 સ્પીડ ગિયરબોક્સ પણ મળશે. બીજી તરફ, હીરો મોટોકોર્પનો દાવો છે કે આ બાઇક 83kmplની માઇલેજ આપે છે.
હીરો એચએફ ડીલક્ષના ફીચર્સ (Hero HF Deluxe Features)- આ બાઇકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શૉક અબ્ઝોર્વર આપવામાં આવ્યન છે. બીજી તરફ, તેના રિયરમાં સ્વિંગ આર્મની સાથે 2-સ્ટેજ એડજેસ્ટેબલ રિયર સસ્પેન્સન મળે છે. Hero HF Deluxeમાં 130 મિલીમીટરની ફ્રન્ટ બ્રેક આપવામાં આવી છે. તેની સાથે જ તેના રિયરમાં 130 મિલીમીટરની રિયર ડ્રમ બ્રેક આપી છે. સુરક્ષાને ધ્યાને લઈ તેમાં ગ્રાહકોને CBS ફીચર મળે છે.
Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ
યામાહા ગ્રાહકોને પોતાના સ્કૂટર Fascino 125 હાઇબ્રિડ, Ray ZR અને Fascinoના નોન હાઇબ્રિડ મોડલ પર છૂટ આપી રહી છે. કંપનીએ જાણકારી આપતાં કહ્યું કે, આ સ્કૂટરોની ખરીદી પર ગ્રાહકોને 2,999 રૂપિયાની ગિફ્ટની સાથે 20,000 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીએ તમામ રાજ્યોમાં સ્ક્રેચ એન્ડ વીન ઓફરની પણ ઘોષણા કરી છે., જેના માધ્યમથી ગ્રાહક 35,000 રૂપિયા સુધીની આકર્ષક ગિફ્ટ અને 1 લાખ રૂપિયાનું બમ્પર ઈનામ જીતી શકે છે. આ ઓફર તમિલનાડુને બાદ કરતાં તમામ રાજ્યો માટે લાગુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર