Auto News: 65000 રૂપિયાથી ઓછામાં ખરીદો Hero, Bajaj અને TVSની આ બાઇક, 90 KMની મળશે માઇલેજ

હીરો મોટોકોર્પ, બજાજ અને ટીવએસની આ બાઇક્સ આપે છે 90 કિલોમીટરની એવરેજ.

Best Mileage Bike: પેટ્રોલના આસામાને પહોંચેલા ભાવ વચ્ચે આ બાઇક આપને Best Mileage, જાણો કિંમત અને ફીચર્સ

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલના વધતા ભાવ (Petrol Price Hike)થી જો તમે પરેશાન છો તો આપને વધુ માઇલેજ આપનારી બાઇક (Good Mileage Bikes) ખરીદવી જોઈએ. તેના માટે આપની પાસે Hero MotoCorp, Bajaj અને TVS જેવી વિશ્વસનીય કંપનીની અનેક શ્રેષ્ઠ બાઇક ઓપ્શન તરીકે ઉપલબ્ધ છે. આ કંપનીની કેટલીક બાઇક 1 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. જે પેટ્રોલની વધતી કિંમતોની વચ્ચે આપના બજેટને એડજસ્ટ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આવો જાણીએ આ બાઇક્સ અને તેના ફીચર્સ વિશે...

    Bajaj PLATINA- બજાજ PLATINA 100 Es Drumની કિંમત દિલ્હી એક્સ શોરૂમ 65,056 રૂપિયા છે. બજાજે આ બાઇકમાં 4-Stroke, DTSi સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 7.9Psનો પાવર અને 8.3Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક એક લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર સુધી માઇલેજ આપે છે.

    Bajaj CT બાઇક- બજાજે આ બાઇકના બે વેરિયન્ટ CT100 અને CT110 રજૂ કર્યા છે. આ બંને બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 56,851 રૂપિયા છે. CT100માં કંપનીએ 102 ccનું એન્જિન 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7500 rpm પર 5.81 kWનો મેક્સિમમ પાવર અને 5500 rpm પર 8.34 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. પોતાના પાવરફુલ એન્જિનના કારણે આ બાઇક 90 km/hની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ

    બીજી તરફ, CT110માં આપને 115ccનું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન મળશે. આ એન્જિન 8.6Psનો પાવર અને 9.81નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં કંપનીએ 4-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. પાવરફુલ એન્જિનના કારણે આ બાઇક 90 km/hની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

    Hero HF DELUXE- હીરો મોટોકોર્પની આ બાઇક લુક અને કન્ફર્ટમાં ઘણી સારી છે. આ બાઇકના બેઝ વેરિયન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 63,175 રૂપિયા છે. બીજી તરફ તેના ટોપ વેરિયન્ટની કિંમત 60,025 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 97.2ccનું એન્જિન આપ્યું છે જે 5.kwનો પાવર અને 8.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક એક લીટર પેટ્રોલમાં 60થી 70 કિલોમીટરની માઇલેજ આપે છે.

    આ પણ વાંચો, Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    TVS Sport બાઇક- ટીવીએસની સૌથી વધુ વેચાતી બાઇકમાં આ બાઇકનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેની સાથે જ આ બાઇકનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. એવામાં આ બાઇકને લોકો ઘણી પસંદ કરે છે. TVS Sport બાઇકની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 63,980 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 109ccનું એન્જિન આપ્યું છે જે 8.18bhpનો પાવર જનરેટ કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published: