Home /News /business /

Cars Long Life Tips: કારની લાંબી ઉંમર માટે આ 10 બાબતોનું રાખો ધ્યાન, કાર રહેશે એકદમ મસ્ત

Cars Long Life Tips: કારની લાંબી ઉંમર માટે આ 10 બાબતોનું રાખો ધ્યાન, કાર રહેશે એકદમ મસ્ત

કાર લાંબા સમય સુધી ચાલી શકે તે માટે અહીંયા અમે તમને 10 ટિપ્સ જણાવી રહ્યા છીએ (પ્રતિકાત્મક તસવીર)

Auto News : કારની યોગ્ય જાળવણી કરવાથી મોંઘવારીના સમયમાં કારને વારંવાર ગેરેજમાં મોકલવી પડતી નથી, કાર વધુ સમય સુધી ચાલી શકે છે અને રીસેલ વેલ્યૂ પણ વધી જાય છે

નવી દિલ્હી : કારની સાચવણી કરવી તે એક બાળકને સાચવવા બરાબર છે. કારની જેટલી યોગ્ય રીતે જાળવણી કરવામાં કાર તેટલો સમય વધુ સુધી ચાલી શકે છે. કારની યોગ્ય રીતે જાળવણી કરવાથી એન્જિન બગડવાનું જોખમ રહેતું નથી. ઉપરાંત કારની યોગ્ય જાળવણી કરવાથી મોંઘવારીના સમયમાં કારને વારંવાર ગેરેજમાં મોકલવી પડતી નથી, કાર વધુ સમય સુધી ચાલી શકે છે અને રીસેલ વેલ્યૂ પણ વધી જાય છે. કાર યોગ્ય રીતે ચાલી શકે તે માટે તમારે એક્સપર્ટ બનવાની જરૂર નથી. કાર સ્મૂધ રીતે ચાલી શકે તે માટે તમારે જ મહેનત કરવી પડશે. તમારે કારની નિયમિતરૂપે સર્વિસ કરાવવી પડશે તથા કારમાં રહેલ અલગ અલગ લ્યૂબ્રિકેન્ટ અને ફ્લૂઈડનો ઉપયોગ કરો તથા સમજદારીપૂર્વક કાર ડ્રાઈવ કરો. કાર લાંબા સમય સુધી ચાલી શકે તે માટે અહીંયા અમે તમને 10 ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારી કારની યોગ્ય રીતે જાળવણી કરી શકો છો.

કવર પોલીસ, ક્લીન અને કેયર

તમે સરળ ઉપાયો અપનાવીને કારની એક્સટીરિયર ડિઝાઈનને સ્વચ્છ રાખી શકો છો. કારની ગ્રિલ અને બમ્પરને કાંકરા અથવા જીવજંતુઓથી બચાવવા માટે ટ્રાન્સપરન્ટ ટેપનો ઉપયોગ કરી શકો છો. કારના પેંટને નુકસાનથી બચાવવા માટે 12 મહિનામાં બેથી ત્રણ વાર વેક્સ પોલીશ કરો. કારને નિયમિતરૂપે હાઈપ્રેશરવાળા જેટથી સાફ કરો અથવા બહાર કારવોશ કરાવો. કારની બોડી અથવા પેંટને નુકસાન થવાથી કારની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

પાર્કિંગ બ્રેકનો ઉપયોગ કરો

પહાડી વિસ્તારમાં અથવા ઢાળવાળી જગ્યાઓ પર ડ્રાઈવિંગ સમયે પાર્કિંગ અથવા હેન્ડ બ્રેકનો ઉપયોગ કરો. જેનાથી કારની પાછળની બ્રેક એડજસ્ટ થાય છે અને કારની લાઈફ વેલ્યૂમાં પણ વધારો થાય છે.

એન્જિન ઓઈલની તપાસ કરો

વધુ પડતા લ્યુબ્રિકેન્ટનો ઉપયોગ કરવાથી માઈલેજમાં ઘટાડો થાય છે, જેના કારણે એન્જિન પર પ્રેશર આવી શકે છે. એન્જિન પર પ્રેશર આવવાને કારણે એન્જિનને નુકસાન થાય છે. આ કારણોસર નિયમિતરૂપે ઓઈલ લેવલની તપાસ કરો અને 5,000-8,000 કિલોમીટર બાદ ઓઈલ બદલી લો. એન્જિન ઓઈલના કારણે સ્મુધલી ડ્રાઈવિંગ થાય છે, એન્જિનના સાધન સાફ રહે છે અને વધુ પડતા ગરમ થતા નથી.

આ પણ વાંચો - રેશનકાર્ડમાં આવી રીતે જોડો તમારા નવા સભ્યનું નામ, ઘણી આસાન છે પ્રકિયા

ડ્રાઈવ બેલ્ટ બદલો

કાર યોગ્ય રીતે ચાલી શકે તે માટે નિયમિતરૂપે ડ્રાઈવ કરવું અને ટાઈમિંગ બેલ્ટની તપાસ કરતા રહેવું જરૂરી છે. ટાઈમિંગ બેલ્ટ ખરાબ થઈ ગયો હોય તેને બદલી લો. બેલ્ટ વોરંટીના સમય પહેલા તૂટી જાય અથવા ફાટી જાય તો કાર નિર્માતાને આ ટાઈમિંગ બેલ્ટ બદલવા માટે જાણ કરો. ટાઈમિંગ બેલ્ટના કારણે એન્જિનને નુકસાન થઈ શકે છે.

ટાયરના પ્રેશરનું ધ્યાન રાખો

ઘણી વાર લોકો કારના ટાયર પર વધુ ધ્યાન આપતા નથી. ગરમીના સમયમાં આપમેળે કારના ટાયરનું પ્રેશર વધી જાય છે. જેના કારણે ટાયર ફાટવાની સંભાવના રહે છે. આ કારણોસર ટાયર પર ધ્યાન આપવું જરૂરી છે.

કારના ACનું ધ્યાન રાખો

ઉનાળામાં કારમાં સૌથી વધુ ACની જરૂર હોય છે, જેથી કારમાં AC ની જાળવણી કરવી જરૂરી છે. કારને ગરમીમાં ઠંડી રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે તથા ગરમીના કારણે કારના કોસ્મેટીક પર પણ ખરાબ અસર થાય છે. આ કારણોસર કાર હંમેશા ઠંડી જગ્યા પર કાર પાર્ક કરો. દર વર્ષે એક કંડીશનિંગ સિસ્ટમમાં લગભગ 10 ટકા ફ્રીજિંગ એજન્ટ વરાળ બનીને ઉડી જાય છે. આ પરિસ્થિતિમાં કેમિકલ બદલવામાં ના આવે તો AC ના કોમ્પ્રેસરને નુકસાન થાય છે. AC ના કોમ્પ્રેસરને નુકસાન ના થાય તે માટે ત્રણ વર્ષે એક વાર સિસ્ટમની તપાસ કરાવવી જરૂરી છે. ઉપરાંત AC નું બ્લોઅર પણ ખરાબ થઈ જાય તો તેને બદલવું જરૂરી છે.

શોર્ટ ટ્રિપથી બચીને રહો

શિયાળામાં એન્જિન નોર્મલ ટેમ્પરેચર પર કામ કરે ત્યારે ઈંધણનો વપરાશ અને ઈગ્ઝોસ્ટ ઈમિશન શરૂ થઈ જાય છે. આ કારણોસર શોર્ટ ટ્રિપ ના મારવી જોઈએ. લોન્ગ ટ્રિપની સરખામણીએ શોર્ટ ટ્રિપમાં પેટ્રોલ અને ડીઝલનો ડબલ વપરાશ થાય છે.

એન્જિન ગરમ કરો

કોલ્ડ સ્ટાર્ટ કર્યા બાદ કાર સ્પીડમાં ડ્રાઈવ કરવામાં આવે તો એન્જિન જલ્દી ખરાબ થઈ જાય છે. જેના કારણે એન્જિનને લ્યુબ્રિકેન્ટ કરવામાં ઓઈલ વધુ સમય લે છે. જ્યારે એન્જિનનો વપરાશ થતો હોય તે સમયે પાણી 90 ડિગ્રી સેલ્સિયસ અને ઓઈલ 75 ડિગ્રી પર હોવું જોઈએ. આ કારણોસર ડ્રાઈવ શરૂ કરતા પહેલા એન્જિનને ગરમ કરવું જરૂરી છે.

ગિયર બદલો

અચાનક ગિયર બદલવાથી કારમાં ક્લચ અને ગિયર ખરાબ થઈ શકે છે આ કારણોસર ધીમે ધીમે ગિયર બદલો. ગિયર બદલ્યા બાદ ક્લચ પેડલ પર પગ ના રાખવો જોઈએ. ક્લચ પેડલ પર પગ રાખવાથી થોડા સમયાંતરે ક્લચ પ્લેટને નુકસાન થઈ શકે છે.

ટ્રાફિક લાઈટ

ટ્રાફિક લાઈટને ડ્રેગ ના કરવી જોઈએ. હેવી એક્સીલરેશન બાદ અચાનક બ્રેક મારવાથી એન્જિન, ગિયરબોક્સ, બ્રેક અને એન્જિન પર પર પ્રેશર આવે છે.
First published:

Tags: Auto, Auto news, બિઝનેસ

આગામી સમાચાર