નવી દિલ્હી. જો તમે Mahindra & Mahindra એસયૂવીના દીવાના છો અને ઓછું બજેટ હોવાના કારણે તેને ખરીદી નથી શકતા હોય તો આપના માટે એક સારી તક ઊભી થઈ છે. અમે આપની સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ. જ્યાંથી તમે મહિન્દ્રાની કોઈ પણ એસયૂવી અડધાથી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો અને આ એસયૂવી પર આપને 6 મહિનાની વોરંટી અને 7 દિવસનો ફ્રી ટ્રાયલ પણ મળશે, જેનાથી આ એસયૂવીના પર્ફોમન્સને સરળતાથી પારખી શકાશે. મૂળે, Cars24 વેબસાઇટ પર સેકન્ડ હેન્ડ કાર (Second Hand Car) અને એસયૂવી આકર્ષક કિંમતે (SUV on attractive price) મળી જાય છે. જ્યાંથી તમે પણ પોતાની પસંદગીની Mahindra SUV ખરીદી શકો છો. આવો જાણીએ અહીં લિસ્ટેડ કેટલીક એસયૂવી વિશે...
Mahindra XUV500 - Cars24 વેબસાઇટ પર આપને મહિન્દ્રા XUV500 એસયૂવી મળી જશે, જેની કિંમત માત્ર 4,91,399 રૂપિયા છે. જો નવી મહિન્દ્રા XUV500ની કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 14 લાખથી શરૂ થઈને 20 લાખ રૂપિયા સુધી છે. બીજી તરફ, Cars24 વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ આ એસસયૂવી માત્ર 1,66,731 KM ચાલી છે અને તે 2014નું મોડોલ છે. તેની સાથે જ Cars24 તરફથી આ એસયૂવી પર 6 મહિનાની વોરંટી (Cars24 6 Months Warranty) અને 7 દિવસ માટે ફ્રી ટ્રાયલ (Cars24 7 days free trial) પણ આપવામાં આવે છે.
Mahindra Scorpio - Cars 24 વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2013નું મોડલ છે અને તેની કિંમત માત્ર 4,19,099 રૂપિયા છે. બીજી તરફ, મહિન્દ્રાની આ એસયૂવી અત્યાર સુધી માત્ર 89,139 KM ચાલી છે. Cars24 તરફથી આ એસયૂવી પર ઇએમઆઇનું ઓપ્શન (Cars24 EMI Option) પણ આપવામાં આવી રહ્યું છે અને આ એસયૂવી પર આપને 6 મહિનાની વોરંટી (Warranty) પણ મળશે.
Mahindra TUV300 - Cars24 વેબસાઇટ પર લિસ્ટેડ આ એસયૂવી 2017નું મોડલ છે. મહિન્દ્રાની આ એસયૂવીને તમે માત્ર 5,97,299 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ, આ એસયૂવી માત્ર 29,124 KM જ ચાલી છે. તેની સાથે જ તેને તમે ઇએમઆઇના ઓપ્શન (EMI Option) સાથે પણ પોતાના ઘરે લઈ જઈ શકો છો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર