નવી દિલ્હી. ભારતીય કાર ક્ષેત્ર (Indian Automobile Market)માં હેચબેક કાર (Hatchback Cars) પછી કોમ્પેક્ટ સેડાન (Compact Sedan Cars) સૌથી વધુ વેચાતી કાર છે. સેડાન કાર મોટાભાગે મિડ રેન્જમાં આવે છે. જે સ્ટાઇલ અને ફીચર્સ સાથે જોરદાર માઇલેજ આપે છે. જો તમે પણ કોમ્પેક્ટ સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આજે અમે એક એવી કાર વિશે વાત કરી રહ્યા છીએ. જે તમને ઓછી કિંમતે પ્રિમિયમ ફીચર્સ સાથે સ્ટાઈલ અને માઇલેજ આપશે. ટાટા મોટર્સ (Tata Motors) આ મહિને તેની કોમ્પેક્ટ સેડાન કાર ટાટા Tigor (Tata Tigor) પર ગ્રાહકોને ખાસ ઓફર આપી રહી છે. આ ઓફર હેઠળ કંપની ગ્રાહકોને આ કાર પર આકર્ષક માસિક હપ્તા (EMI) ઓફર કરી રહી છે.
ટાટાની સત્તાવાર વેબસાઈટ પર Tata Tigorની ઓફર અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં ગ્રાહક માત્ર રૂ. 4,111ના માસિક હપ્તે (EMI)થી કાર ખરીદી શકે છે. આ કારને IMPACT 2.0 ડિઝાઇન લેન્ગવેજ પર તૈયાર કરાઈ છે. ટાટા ટિગોર કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે, જેને છ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં XE, XM, XZ, XZ+, XMA અને XZA+ વેરિયન્ટ મળે છે.
ઉલ્લેખનીય છે કે, આ કારણે NCAP ગ્લોબલ ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળી છે. આ કારમાં સલામતી પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, સ્પીડ એલર્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને પાછળના પાર્કિંગ સેન્સરનો સમાવેશ થાય છે. આ તમામ સેફ્ટી ફીચર્સને આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે સમાવવામાં આવ્યા છે. Tigorમાં કંપનીએ નવી ડિઝાઇનમાં બમ્પર અને ફ્રન્ટ ગ્રીલ આપ્યા છે. આ કારની પ્રારંભિક કિંમત રૂ. 5.64 લાખ છે. જે રૂ. 7.81 લાખ (એક્સ.શો રૂમ, દિલ્હી) સુધી જાય છે.
ટાટા દ્વારા Tigorમાં 1.2 લીટરની ક્ષમતાનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપ્યું છે. જે 113Nm ટોર્ક અને 86PSની પાવર જનરેટ કરે છે. આ કાર એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે.
Tata Tigorમાં ટોપ લેવલના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન આપવામાં આવ્યા છે. તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે જોડાઈ શકે છે. આ ટાટા કાર ભારતીય બજારોમાં મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ જેવી કંપનીઓ સાથે સ્પર્ધામાં છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર