Home /News /business /7થી 12 લાખ રૂપિયામાં આ છે બેસ્ટ કોમ્પેક્ટ SUV, જાણો તમારા માટે કઈ છે બેસ્ટ

7થી 12 લાખ રૂપિયામાં આ છે બેસ્ટ કોમ્પેક્ટ SUV, જાણો તમારા માટે કઈ છે બેસ્ટ

ભારતમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં ઘણા મોડલ પણ ઉપલબ્ધ છે.

Auto News: હ્યુન્ડાઇ વેન્યુ, ટાટા નેક્સન, વિટારા બ્રીઝા અને મહિન્દ્રા XUV300માંથી કઈ છે Best Compact SUV?

Best compact SUV in India: આજના સમયમાં કોમ્પેક્ટ એસયુવી (Compact SUV) સેગમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં ઘણા મોડલ પણ ઉપલબ્ધ છે. કોમ્પેક્ટ એસયુવી એટલે એવું વાહન, જે કદમાં નાનું હોય પણ એસયુવી જેવું લાગે અને ડ્રાઇવિંગ કરતી વખતે તમને એસયુવીનો અનુભવ થાય. આ દિવસોમાં બજારમાં આ સેગમેન્ટમાં ઘણા વાહનો છે. જેમાં હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue), ટાટા નેક્સન (Tata Nexon), વિટારા બ્રીઝા (Vitara Breeza) અને મહિન્દ્રા XUV300 જેવા વાહનોનો સમાવેશ થાય છે. અહીં જાણીશું કે તમારા માટે કઈ કોમ્પેક્ટ એસયુવી શ્રેષ્ઠ છે.

ઓછા બજેટની બેસ્ટ કોમ્પેક્ટ SUV કાર્સ

Hyundaiની કનેક્ટેડ SUV Venue

આમા ચાર વાહનોમાં આધુનિક ફીચર્સ ધરાવતું વાહન હ્યુન્ડાઈની (Hyundai) વેન્યુ છે. તેના લુક અને સ્ટાઇલની વાત કરીએ તો ક્રેટા સાથે થોડો મેળ ખાય છે. ગ્રિલની ડિઝાઈન ઈનોવેટિવ છે અને તેમાં ડાર્ક ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો રિઅર લૂક પણ સુંદર છે. ટેલલેમ્પમાં LED છે, જે ક્રિસ્ટલ ઈફેક્ટમાં આપવામાં આવી છે. કંપની આ કારને કનેક્ટેડ કાર કહે છે, કારણ કે આ કાર તમારા મોબાઈલ ફોન સાથે કનેક્ટેડ રહે છે અને તમે તમારા ફોન દ્વારા ઘણા ફીચર્સ કંટ્રોલ કરી શકો છો. જેમ કે કારને લોક-અનલોક કરવું, એન્જિન સ્ટાર્ટ કે સ્ટોપ કરવું, એસી ઓન-ઓફ કરવું વગેરે. સાથે જ વેન્યૂમાં સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, કૂલ્ડ ગ્લોવ બોક્સ છે. તેમજ ટોપ વેરિએન્ટમાં 6 એરબેગ ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

ટાટા નેક્સન (Tata Nexon)

ટાટા મોટર્સ (Tata Motors) તરફથી કોમ્પેક્ટ સેગમેન્ટમાં નેક્સન છે. આ વાહન તેની ઓછી કિંમત અને ફીચર્સ માટે લોકપ્રિય છે. તે કદમાં ચોક્કસપણે નાની છે, પરંતુ તેની રોડ પ્રેઝન્સ ખૂબ સારી છે. ખાસ કરીને કૂપ INSPIRED AERODYNAMIC SHAPE. કારના રિઅરમાં X-factor શેપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નેક્સનનું ઇન્ટેરિયર ભારતીય ખરીદદારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ કારણોસર તેમાં સમાન રાખવા માટે ઘણા બોક્સ આપવામાં આવ્યા છે. ડેશબોર્ડને થ્રી કલર ટોન થીમ પર બનાવવામાં આવ્યું છે. આ કારમાં ઘણા નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તેને ત્રણ ડ્રાઈવ મોડ્સ મળે છે અને આવા ફીચર્સ કોઈ કારમાં નથી.

આ પણ વાંચો, Tata Tigor EV Review: ટાટાની આ સસ્તી ઇલેક્ટ્રિક કાર ફુલ ચાર્જમાં ચાલશે 306 KM, જાણો 5 મહત્ત્વની બાબતો

મહિન્દ્રા XUV3OO (Mahindra XUV300) 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra) તરફથી કોમ્પેક્ટ સેગમેન્ટમાં XUV300 છે. તે ભારતીય બજારને ધ્યાનમાં રાખીને ટિવોલી પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. એટલા માટે તે અન્ય મહિન્દ્રા વાહનોથી અલગ દેખાય છે. બોનેટ પર મોટી સાઈઝની ક્રીઝ લાઈન આપવામાં આવી છે. ગ્રિલ પર ક્રોમ અને ઓવરસાઇઝ ડીઆરએલ તેની અલગ ઓળખ બનાવે છે. કારનું ઇન્ટરનલ એકદમ સુંદર છે. તેના ટોપ વેરિએન્ટમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર સાથે લેધર સીટ્સ ઉપલબ્ધ છે. મોંઘા વાહનોની જેમ તેમાં પણ ટૂ ઝોન એસી આપવામાં આવ્યા છે. સાથે જ સ્ટીયરિંગ માટે ત્રણ મોડ આપવામાં આવ્યા છે, જે આ સેગમેન્ટમાં કોઈપણ કારમાં નથી.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો ગુજરાતના 4 શહેરોના લેટેસ્ટ રેટ્સ

મારુતિ વિટારા બ્રીઝા (Maruti Vitara Breeza) 

મારુતિ વિટારા બ્રીઝા (Maruti Vitara Breeza) હવે નવા અવતારમાં આવી ગઈ છે અને આ વાહન તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતું વાહન છે. તેની આગળની ડિઝાઇન બોલ્ડ અને મસ્ક્યુલર છે. ગ્રીલ પર મોટી સાઈઝની ક્રોમ લાઈન છે. સાથે જ કોમ્પેક્ટ એસયુવીમાં ડ્યુઅલ કલર પેઈન્ટ વર્કવાળું આ પહેલું વાહન છે. આ સેગમેન્ટમાં બાકીના વાહનોની જેમ ઇન્ટરનલ ફીચર્સ નથી મળતા. હવે તે માત્ર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ મળશે.
First published:

Tags: Auto news, Hyundai, Mahindra, Maruti suzuki, SUV, Tata motors

विज्ञापन