Auto sectorમાં મંદીના કારણે ઓટો પાર્ટ્સ બનાવતી મોટી કંપની પ્લાન્ટ બંધ કરશે

News18 Gujarati
Updated: August 9, 2019, 12:13 PM IST
Auto sectorમાં મંદીના કારણે ઓટો પાર્ટ્સ બનાવતી મોટી કંપની પ્લાન્ટ બંધ કરશે
પ્રતિકાત્મક તસવીર

જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝનાં દેશભરમાં નવ પ્લાન્ટ છે. સ્ટોક એક્સચેન્જને કંપનીએ આપેલી માહિતી પ્રમાણે, કંપની તેના પ્લાન્ટ અંશત અથવા સંપૂર્ણ રીતે બંધ કરે તેવી શક્યતા છે. કેમ કે, માર્કેટમાં મંદી છે.

  • Share this:
ભારતમાં મંદીના કારણે અનેક લોકો રોજગારી ગુમાવી રહ્યાં છે અને કંપનીઓ તેના ઉત્પાદન યુનિટો બંધ કરી રહી છે.

એક સમાચાર અનુસાર, ટાટા મોટર, જનરલ મોટર, ટોયોટા સહિતની કંપનીઓને ઓટો પાર્ટ સપ્લાય કરતી કંપની જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ લી. તેનું ઉત્પાદન યુનિટ બંધ કરશે.

સમાચાર એજન્સી રોઇટર્સના એહવાલ મુજબ, આ કંપની ઑગષ્ટમાં તેનું ઉત્પાદન યુનિટ બંધ કરે તેવી શક્યતા છે. કેમ કે, ઓટો સેક્ટરમાં ભયંકર મંદીનો માહોલ છે. ગ્રાહકોની ડિમાન્ડ નથી.

જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઓટો પાર્ટ બનાવતી મોટી કંપનીઓમાંની એક છે. આ કંપની લીફ સ્પ્રિંગ, પેરાબોલિક સ્પ્રિંગનું ઉત્પાદન કરે છે.  ભારતમાં ઓટો સેક્ટરમાં હાલ મંદીનો માહોલ છે અને આ સેક્ટર સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

ઓટો સેક્ટરમાં મંદીનાં કારણે દેશભરમાં કાર-બાઇકનાં શો-રૂમો બંધ થઇ રહ્યાં છે અને અહિંયા કામ કરતા કર્મચારીઓની છટણી થઇ રહી છે. તેઓ નોકરી ગુમાવી રહ્યાં છે.

એક અંદાજ પ્રમાણે, ઓટો સેક્ટરમાં મંદીને કારણે દેશભરમાં છેલ્લા પાંચ મહિનામાં સાડા ત્રણ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે.જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝનાં દેશભરમાં નવ પ્લાન્ટ છે. સ્ટોક એક્સચેન્જને કંપનીએ આપેલી માહિતી પ્રમાણે, કંપની તેના પ્લાન્ટ અંશત અથવા સંપૂર્ણ રીતે બંધ કરે તેવી શક્યતા છે. કેમ કે, માર્કેટમાં મંદી છે.

 
First published: August 9, 2019, 12:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading