Auto Expo 2022: કોરોના (Coronavirus)ના કારણે દુનિયામાં અનેક કામ ક્યાં રોકાઈ ગયા છે તો કે બંધ થઈ ચૂક્યા છે. દેશના કેટલાક હિસ્સામાં કોરોનાની ત્રીજી લહેરે (Covid Third Wave) દસ્તક આપી દીધી છે. કોરોનાની બીજી લહેરની સ્થિતિને જોતાં, હવે ત્રીજી લહેરમાં કોઈ પણ કંપની નવું પગલું ભરતા પહેલા ઘણું વિચાર કરી રહી છે. આવો જ વિચાર સોસાયટી ઓફ ઓટોમોબાઇલ મેન્યૂફેક્ચરિંગ (SIAM)એ કર્યો છે.
SIAMએ કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરના વધતા કેસોને જોતાં, ફેબ્રુઆરી 2022માં યોજાનારો ઓટો-એક્સ્પો (Auto Expo 2022)ને હાલ ટાળી દેવામાં આવ્યો છે. આ ઓટો-એક્સ્પો આ વર્ષે પણ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં યોજાવાનો હતો. SIAMએ હાલ આ ઓટો-એક્સ્પોને ટાળી દીધો છે, અને તેની આગામી તારીખની ઘોષણા થવાની હજુ બાકી છે. SIAMએ આ વાતની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા શૅર કરી છે.
દર બે વર્ષે થાય છે ઓટો એક્સ્પોનું આયોજન- ઓટો એક્સ્પોનું આયોજન દર બે વર્ષમાં એક વાર થાય છે. છેલ્લી વાર આ આયોજન ફેબ્રુઆરી 2020માં ગ્રેટર નોઇડામાં થયું હતું. 2022માં યોજનારો ઓટો એક્સ્પો 2 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનો હતો. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં યોજાનારા આ ઓટો એક્સ્પોમાં દુનિયાભરની શાનદાર કારો, બાઇક્સ અને ઓટો પાર્ટ્સને પ્રદર્શિત કરવામાં આવે છે.
SIAMના મહાનિદેશક રાજેશ મેનને કહ્યું કે, ઓટો-એક્સ્પોમાં ભીડ હંમેશાની જેમ જ વધુ રહે છે, જેને સંભાળવી અને સામાજિક અંતર રાખવું, ખૂબ પડકાર ભરેલું હશે. કોરોનાની ત્રીજી લહેરને જોતાં વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં યોજાનારા ઓટો-એક્સ્પોને હાલ ટાળી દેવામાં આવ્યો છે.
SIAMએ જણાવ્યું કે, હાલમાં નવી તારીખોની જાહેરાત નહીં કરી શકાય. ભવિષ્યમા; કોરોનાની સ્થિતિ અને ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ ડેસ કંસ્ટ્રક્ટર્સ ડી ઓટોમોબાઇલ (OICA)ના ઓટો કેલેન્ડરના હિસાબથી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. ઓટો-એક્સ્પોની નવી તારીખોની જાહેરાત આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર