દેશનો સૌથી મોટો ઓટો શો 'Auto Expo'ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ શો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં હશે. ઓટો એક્સ્પો 2020 માં 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 12 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. ઓટો એક્સ્પો 2020 ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં હશે. આ પહેલા 2018 અને 2016 નો ઓટો એક્સ્પો પણ થયો હતો. પરંતુ કંપનીઓમાં હજી એક મોટો પ્રશ્ન છે કઇ કંપનીઓ આમાં ભાગ લેશે.
ઓટો ઉદ્યોગની હાલત આ સમયે સારી રીતે જાણાતી નથી. આ ઉપરાંત ઓટો શેરોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જોતાં અનેક કાર અને બાઇક કંપનીઓ આ વખતે એક્સ્પોમાં સામેલ થઈ શકશે નહીં. આ ઉપરાંત ભારતના સૌથી મોટા મોટર શોમાં સામેલ થવા માટે પૈસા આપવાની પણ જરૂર પડે છે, જે કંપનીઓ માટે બીજો મોટો પડકાર છે.
જોકે કેટલીક મોટી કાર કંપનીઓ છે, જે એક્સ્પોમાં જોઇ શકાય છે, તેમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યુન્ડાઇ, કિયા, ફોક્સવેગન અને સ્કોડા સામેલ છે. ઓટો એક્સ્પો 2020માં લોકો અનેક કાર પરથી પડદો ઉઠાવાની ખાસ રીતે રાહ જોતા હોય છે. આમા Tata H2X, Skoda ની SUV અને નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ ક્રેટા સામેલ છે
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર