નવી દિલ્હી: રેપો રેટ વધ્યા (Repo Rate Hike) બાદ બેન્કો પાસેથી લોન લેવી વધુ મોંઘી (Expensive Bank Loans) બની રહી છે. બેંકોમાં હોમ લોનના દર (Home Loan Interest Rates) વધી રહ્યા છે, પરંતુ હજુ પણ કેટલીક બેંકો એવી છે જ્યાં તમે તમારી આવક માટે 7 ટકાથી ઓછી કિંમતે લોન લઈ શકો છો. કેન્દ્રીય બેંક આરબીઆઈ (RBI)એ લાંબા સમયથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, પરંતુ મે અને જૂનમાં સતત બે વાર તેને વધારીને 4.9 ટકા કર્યો છે. આ કારણે બેંકો અહીં પોતાની લોન પણ મોંઘી કરી રહી છે. નીચે કેટલીક બેંકોની વિગતો આપવામાં આવી છે, જ્યાં તમે સાત ટકાથી ઓછા વ્યાજ દરે લોન (these banks offers cheapest home loan) મેળવી શકો છો. આ ઉપરાંત પ્રોસેસિંગ ફી (Details About Processing Fees)ની પણ જાણકારી આપી છે.
● LIC હાઉસિંગ ફાઇનાન્સ
- એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની મદદથી તમે ઓછામાં ઓછા 6.9 ટકા પ્રતિ વર્ષ ફ્લોટિંગ રેટ પર લોન મેળવી શકો છો.
- પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો તમારે લોનની રકમના 0.5 ટકા ફી ચૂકવવી પડશે. મિનિમમ પ્રોસેસિંગ ફી 10,000 રૂપિયા છે. આમાં ટેક્સનો સમાવેશ થતો નથી.
- એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સથી તમે 5-30 વર્ષ માટે 30 લાખ-5 કરોડ રૂપિયાની હોમ લોન મેળવી શકો છો.
● એક્સિસ બેંક
- એક્સિસ બેન્કમાંથી તમે મિનિમમ 6.9 ટકાના ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ પર હોમ લોન મેળવી શકો છો.
- અહીં પ્રોસેસિંગ ફી 0.50 ટકા છે અને તે ઓછામાં ઓછી 10,000 રૂપિયા હશે.
- એક્સિસ બેંકમાંથી તમે 1-30 વર્ષ માટે 5 લાખ-10 કરોડ રૂપિયાની લોન મેળવી શકો છો.