Bank Holidays: સતત 4 દિવસ Banks બંધ રહેશે, ફટાફટ પૂરા કરી દો કામ, અહીં જુઓ રજાઓનું લિસ્ટ

આ સપ્તાહે બેંક 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. (પ્રતીકાત્મક તસવીર)

4 Days Bank Holiday: જન્માષ્ટમીના તહેવાર ઉપરાંત આ દિવસો દરમિયાન બેંકનું કામકાજ બંધ રહેશે

  • Share this:
    નવી દિલ્હી. આવનારા દિવસોમાં જો આપને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ Bank related work) છે તો તમે ફટાફટ તેને પૂરું કરી દો. જો આવું ન કર્યું તો તમારે લાંબી રાહ જોવી પડશે. આવું એટલા માટે કારણ કે આ સપ્તાહમાં 4 દિવસ સતત બેંક બંધ (Bank Holidays) રહેશે. નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓગસ્ટ 2021ના મહિના માટે બેંક રજાઓની એક યાદી જાહેર (Bank Holidays in August 2021) કરી હતી. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. જોકે, જેમ-જેમ કેલેન્ડર મહિનો આગળ વધ્યો, રજાઓ આવી ગઈ અને જતી પણ રહી. હવે આ મહિનાની માત્ર ચાર રજાઓ બચી છે. આ મહિનાના અંતિમ સપ્તાહ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે. જોકે, આ દરમિય ન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ (Online Banking Service) અને એટીએમ સર્વિસિસ (ATM Service) ચાલુ રહેશે .

    નોંધનીય છે કે, RBI અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોને ધ્યાને લઈ અલગ-અલગ ઝોન માટે બેંકની રજાઓની યાદી (Bank holiday list) જાહેર કરે છે. RBIએ આ સપ્તાહમાં 4 દિવસની રજાઓ નિર્ધારિત કરી છે. જોકે, આ રજાઓ દરેક રાજ્યની બેંકો માટે લાગુ નથી.

    આ પણ વાંચો, EPFO: નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો, ભરવું પડશે માત્ર એક ફોર્મ

    30 ઓગસ્ટે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે

    30 ઓગસ્ટ, 2021ના રોજ જન્માષ્ટમી (Krishna Janmashtami) છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ, 2021ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.

    આ પણ વાંચો, Stock Tips: આ દિગ્ગજ FMCG સ્ટોકમાં બે દિવસમાં આવશે જોરદાર ઉછાળો, જાણો Sanjeev Bhasinએ શું આપી ટીપ્સ

    અહીં જુઓ કયા શહેરોમાં બંધ રહેશે બેંક (Bank Holidays List)

    >> 28 ઓગસ્ટ 2021- ચોથો શનિવાર
    >> 29 ઓગસ્ટ 2021- રવિવાર
    >> 30 ઓગસ્ટ 2021- જન્માષ્ટમી (અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોક)
    >> 31 ઓગસ્ટ 2021- શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (હૈદરાબાદ)
    Published by:Mrunal Bhojak
    First published: