જાણો શું છે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, કોને મળશે તેનો લાભ?

જાણો શું છે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, કોને મળશે તેનો લાભ?
નાણા મંત્રી નિર્મલા સીતારમણની ફાઇલ તસવીર

દેશની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા અને રોજગારને પ્રોત્સાહન આપવા મોદી સરકારે લૉન્ચ કરી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના

 • Share this:
  નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાને ફરીથી વેગવંતી કરવા માટે મોદી સરકારે આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. તેની સાથે જ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (Atmanirbhar Bharat Rojgaar Yojana)ને લૉન્ચ કરી દીધી છે. મોદી સરકાર પલાયન કરનારા શ્રમિકો માટે ખાસ પ્રકારના પોર્ટલ લઈને આવી છે. તેનો હેતુ નવા રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં જે કંપનીઓ લોકોને રોજગાર આપી રહી છે એટલે કે જે પહેલાથી EPFOમાં કવર નથી તેમને ફાયદો મળશે. આ ફાયદો મંથલી 15,000 રૂપિયાથી ઓછા પગારવાળા કે 1 માર્ચ 2020થી 31 સપ્ટેમ્બર 2020ની વચ્ચે નોકરી ગુમાવનાર લોકોને ફાયદો મળશે. આ સ્કીમ 1 ઓક્ટોબર 2020થી લાગુ છે.

  આ યોજના હેઠળ દેશમાં ઝડપથી નોકરીઓની તક ઊભી થશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગાર ઉત્પન્ન થશે. અસંગઠિત ક્ષેત્રને પણ સંગઠિત કરવા પર કામ થશે. આત્મનિર્ભર ભારત 3.0 (Aatmanirbhar Bharat 3.0) હેઠળ 12 ઉપાયોની જાહેરાત કરવામાં આવી છે. રજિસ્ટર્ડ ઇપીએફઓ પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા કર્મચારીને તેનો લાભ મળશે.  આ પણ વાંચો, ખુશખબર- ધનતેરસ પહેલા સોનું સસ્તું થયું, આ કારણે ઘટી રહ્યો છે ભાવ

  આવી રીતે મળશે ફાયદો

  સરકાર આગામી બે વર્ષ સુધી સબ્સિડી આપશે. જે સંસ્થામાં 1000 સુધી કર્મચારી છે તેમાં 12 ટકા કર્મચારી અને 12 ટકા સંસ્થાનનો હિસ્સો કેન્દ્ર આપશે. 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાનમાં કેન્દ્ર કર્મચારીના હિસ્સાના 12 ટકા આપશે. 65 ટકા સંસ્થાન તેમાં કવર થઈ જશે.

  આ પણ વાંચો, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે નવા અવતારમાં લૉન્ચ થઈ હીરોની ધાંસૂ બાઇક Xtreme 200S, જાણો કિંમત

  આ નવા પેકેજ હેઠળ સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાને વિસ્તાર આપી શકે છે. આ સ્કીમ હેઠળ સરકાર નવા કર્મચારીઓ અને કંપનીઓને PF કોન્ટ્રિબ્યૂશન પર 10 ટકા સબ્સિડી આપી શકે છે. સૂત્રો મુજબ ઇકોનોમિક્સ ટાઇમ્સે લખ્યું છે કે GSTમાં રજિસ્ટર કંપનીઓને સરકાર વેજ સબ્સિડીનો ફાયદો આપી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 12, 2020, 14:55 pm

  टॉप स्टोरीज