ATM Transaction Charges: દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ એટીએમ ચાર્જીસ અને ફીની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે. આરબીઆઈએ અન્ય બેન્કોના એટીએમના ઉપયોગ પર લાગી રહેલી ફીની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંકે 6 જૂનથી પોતાની મોનિટરી પોલીસીની જાહેરાત કરતા RTGS અને NEFT ટ્રાન્ઝેક્શનને ફ્રી કરી નાખ્યાં. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા હેતુ આ ટ્રાન્ઝેક્શન ફ્રી કરાયા છે. હવે રિઝર્વ બેંક એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જને પણ હટાવવાની તૈયારીમાં છે.
ક્યાં પગલાં લેવાયા
પોલિસી સમીક્ષા દરમિયાન, આરબીઆઈએ જણાવ્યું હતું કે દેશમાં એટીએમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એટલા માટે એટીએમ સાથે સંકળાયેલ ફી અને ચાર્જમાં પરિવર્તનની માંગ વધી છે. તેથી, આ મુદ્દાને ઉકેલવા માટે આરબીઆઈએ સમિતિ બનાવવાનું નક્કી કર્યું છે. તેમની પહેલી મિટિંગ બાદ 2 મહિનાની અંદર તેમના સૂચનો સબમિટ કરશે.
એટીએમ ઇશ્યૂ કરતી બેંક ટ્રાંઝેક્શન પર ફી વસૂલ કરતી નથી. જો કે, જો તમે અન્ય બેંકો કરતા વધુ એટીએમનો ઉપયોગ કરો છો, તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.
>> દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇમાં દર મહિને 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી. આ મેટ્રો અને નૉન મેટ્રો શહેરો માટે છે.
>> મફત મર્યાદાની બહાર ફાઇનાન્શિયલ ટ્રાંઝેક્શન્સ પર 20 રૂપિયા અને જીએસટી આપવો પડે છે. જ્યારે બિન નાણાકીય વ્યવહારો માટે આ ચાર્જ 8 રૂપિયા સાથે જીએસટી છે.
બેંકો એકબીજાના એટીએમનો ઉપયોગ કરવા માટે એટીએમ ઇન્ટરચેન્જ ફી લે છે. આ ફી રૂ. 15 છે. આ પહેલા એનપીસીઆઇએ ઇન્ટરચેન્જ ફી વધારવા માટે રૂ. 15 થી 17 રુપિયાની ભલામણ કરી હતી. દેશમાં લગભગ 2.38 લાખ એટીએમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર