Home /News /business /

Alert! પહેલી જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવાનો ચાર્જ વધશે- જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે

Alert! પહેલી જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવાનો ચાર્જ વધશે- જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે

એટીએમ (પ્રતીકાત્મક તસવીર)

ATM withdrawal charges: નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી, 2022થી એટીએમમાં નિશ્ચિત મર્યાદા કરતા વધારાના કેશ ઉપાડ પર લાગતા ચાર્જમાં વધારો થશે.

    મુંબઈ: નવા વર્ષ (New Year)થી અનેક ફેરફાર થઈ રહ્યા છે. એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે નવા વર્ષથી મારુતિ સુઝુકી તેમના વાહનોની કિંમતમાં વધારો કરી રહી છે. આરબીઆઈ (Reserve Bank of India) તરફથી તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત બાદ નવા વર્ષથી એટીએમમાં પૈસા ઉપાડવાના ચાર્જ (ATM cash withdrawal charges)માં વધારો થશે. બેંક તરફથી તેમના ગ્રાહકને ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે. જે બાદમાં વધારાના ટ્રાન્ઝેક્શન માટે ચોક્કસ ચાર્જ ચૂકવવો પડે છે. પહેલી જાન્યુઆરીથી આ ચાર્જમાં વધારો થશે. એટલે કે ફ્રી ટ્રાન્ઝેક્શન (Free transaction) બાદ કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જમાં વધારો કરવામાં આવશે.

    જૂન મહિનામાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી હતી કે, દેશમાં કામકાજ કરતી બેંકોને ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવતા કેશ અને નૉન-કેશ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ વધારાની છૂટ આપવામાં આવે છે. બેંક તરફથી પહેલી જાન્યુઆરી 2022થી નવા દરો લાગૂ કરવામાં આવશે. એટલે કે ચાર્જમાં વધારો કરવામાં આવશે.

    નવા વર્ષથી લાગૂ થશે નવા દર

    આરબીઆઈ તરફથી આ પહેલા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, "હાયર ઇન્ટરચેન્જ ચાર્જની ભરપાઈ કરવા માટે તેમજ સામાન્ય ખર્ચમાં થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને બેંકને પોતાના ગ્રાહકો પાસેથી નિશ્ચિત મર્યાદા કરતા કરવામાં આવતા પ્રત્યેક વધારાના ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયા ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવે છે. નવા દર પહેલી જાન્યુઆરી 2022થી લાગૂ થશે."

    આ પણ વાંચો: Recurring Deposit: આ બેંકો રિકરિંગ ડિપોઝિટ પર આપે છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લીસ્ટ

    કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

    આરબીઆઈની યાદી પ્રમાણે હવે ગ્રાહકોએ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત કરવામાં આવતા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 21 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ પહેલા 20 રૂપિયા ચાર્જ લાગતો હતો. નવો ચાર્જ 1 જાન્યુઆરી, 2022ના રોજ અમલમાં આવશે. યાદ રાખો કે આ ચાર્જ એવા જ કેસમાં વસૂલ કરવામાં આવશે જ્યારે ગ્રાહક મહિનામાં ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કોઈ વધારાનું ટ્રાન્ઝેક્શન કરશે.

    પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન

    ઉલ્લેખનીય છે કે હાલ દરેક બેંક તેમના ગ્રાહકોને મહિને પાંચ ફ્રી ATM ટ્રાન્ઝેક્શન (નાણાકીય+ અન્ય) કરવાની છૂટ આપે છે. જોકે, તેનો આધાર બેંક ખાતા અને બેંક પર પણ રહેલો છે. દિલ્હી જેવા મોટા શહેરોમાં ફક્ત ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મોટાભાગની બેંકો પોતાના સિવાય અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. નોન મેટ્રો શહેરના કેશમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન પણ મળે છે.

    આ પણ વાંચો: SBI alert: ATMમાંથી પૈસા ઉપાડવા અંગે મોટો ફેરફાર, SBIએ ટ્વીટ કરીને આપી માહિતી

    આ માટે ચાર્જમાં વધારો કરાયો

    આરબીઆઈએ સેન્ટ્રલ બેન્ક્સને ઇન્ટરચાર્જ ફ્રી દરેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા વસૂલ કરવાની છૂટ આપી છે. જ્યારે નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનના કેસમાં પાંચ રૂપિયાને બદલે છ રૂપિયા વસૂલ કરવાની છૂટ આપી છે. બેંક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે એટીએમની જાળવણી માટે તેમજ એટીએમ ઇન્સ્ટોલ કરવાના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જે બાદમાં આરબીઆઈ તરફથી ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ વધારાના ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Cash, આરબીઆઇ, એટીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन