ATMમાં નથી પૈસા - તો પાડોશમાં આવેલી દુકાનમાંથી લઈ શકશો કેશ, જાણો - કેવી રીતે?

ATMમાં નથી પૈસા - તો પાડોશમાં આવેલી દુકાનમાંથી લઈ શકશો કેશ, જાણો - કેવી રીતે?
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કારણે લોકો ATM જવાથી બચી રહ્યા છે. જો તમે પણ એટીએમમાં જવા ના માંગતા હોય તો, અમે તમને એક ખાસ રીત બતાવીએ, આ રીતથી તમે એટીએમમાં ગયા વગર કેશ નીકાળી શકશો

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસને લઈ દરેક નાની-મોટી વાતને લઈ સાવધાની રાખવામાં આવી રહી છે. કોરોનાના કારણે લોકો ATM જવાથી બચી રહ્યા છે. જો તમે પણ એટીએમમાં જવા ના માંગતા હોય તો, અમે તમને એક ખાસ રીત બતાવીએ, આ રીતથી તમે એટીએમમાં ગયા વગર કેશ નીકાળી શકશો. પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન રાખતી દુકાનમાંથી પણ તમે આ કામ કરી શકશો. RBIએ એવી ગાઈડલાઈન જાહેર કરી છે કે, જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે, ગ્રાહકો પીઓએસનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે છે.

    આવી રીતે નીકાળી શકાશે પૈસા



    આરબીઆઈએ જણાવ્યું કે, તમે કોઈ પણ પીઓએસ દ્વારા કેશ નીકાળી શકશો. પરંતુ કેશ નીકાળવા માટે તમારે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય પ્રધાનમંત્રી જનધન ખાતા સાથે મળતા ઓવરડ્રાફ્ટ ફેસેલિટી લિંક ઈલેક્ટ્રોનિક કાર્ડનો પણ ઉપયોગ કરી શકાશે. યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ) દ્વારા પણ પીઓએસ ટર્મિનલથી પૈસા નીકાળી શકાશે.

    દુકાનદાર આપશે રસીદ

    આ સુવિધા માટે 1 ટકાથી વધારે ચાર્જ નહીં લાગી શકે. સુવિધા હેઠળ ટિયર 3થી 6 સુધીના શહેરમાં એક કાર્ડથી 2000 રૂપિયા સુધીની રકમ નીકાળી શકાશે. ટિયર 1 અને 2માં કેશ નીકાળવાની સીમા મર્યાદા પ્રતિ કાર્ડ 1000 રૂપિયા છે.

    તમામ મર્ચન્ટ ઈસ્ટાબલિશમેન્ટમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. આ સુવિધા માત્ર એવા દુકાનદાર પાસે છે, જેને બેન્કે વિચારી-સમજ્યા બાદ આની મંજૂરી આપી છે. જે દુકાનદારને આની મંજૂરી આપવામાં આવી છે તે પોતાની દુકાન બહાર આની જાહેરાત મુકવી પડશે. જો આ મામલે કોઈ ચાર્જ હોય તો તેની પણ ગ્રાહકને જાણ કરવાની રહેશે. સ્થાનિક બેન્કોને છોડી એક્વાયરર બેન્ક ( બેન્ક જે પીઓએસ ટર્મિનલ લગાવે છે) પોતાના બોર્ડની મંજૂરીના આધાર પર પીઓએસ ટર્મિનલ પર કેશ નીકાળવાની સુવિધા આપી શકે છે. ક્ષેત્રીય સ્થાનિક બેન્કોએ આ સુવિધા આપવા માટે આરબીઆઈની મંજૂરીની જરૂરત રહેશે.
    Published by:kiran mehta
    First published:June 17, 2020, 16:39 IST

    ટૉપ ન્યૂઝ