ATLAS સાઇકલ કંપનીના માલિકની પત્નીનું શંકાસ્પદ હાલતમાં મોત, પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: January 22, 2020, 4:58 PM IST
ATLAS સાઇકલ કંપનીના માલિકની પત્નીનું શંકાસ્પદ હાલતમાં મોત, પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો
ફાઇલ તસવીર

પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. જોકે, ઘરના મંદિરમાંથી એક પત્ર મળ્યો છે. પત્રમાં લખ્યું છે કે તે પોતાની જિંદગીથી ખુશ ન હતી.

  • Share this:
નવી દિલ્હી : સાઇકલ કંપની એટલાટના માલિકમાંથી એક સંજય કપૂરની પત્ની નતાશા કપૂરનું (ઉં.વ. 57) મંગળવારે બપોરે શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે. પ્રાથમિક તપાસમાં આપઘાતની વાત સામે આવી રહી છે. જોકે, રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી પોલીસ આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસી રહી છે.

પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. જોકે, ઘરના મંદિરમાંથી એક પત્ર મળ્યો છે. પત્રમાં લખ્યું છે કે તે પોતાની જિંદગીથી ખુશ ન હતી. પોલીસના કહેવા પ્રમાણે આપઘાતનું કારણે આર્થિક તંગી હોઈ શકે છે. આ મામલે નવી દિલ્હીના તુગલક રોડ થાણા પોલીસ તપાસ કરી રહી છે. આરએમએસ હોસ્પિટલ ખાતે નતાશાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ તેમના મોતનું સાચું કારણ જાણવા મળશે.

નવી દિલ્હી જિલ્લા પોલીસના અધિકારીઓના કહેવા પ્રમાણે એટલાસ કંપનીના માલિક કપૂર પરિવાર ઔરંગઝેબ લેનમાં રહે છે. સંજય કપૂર પણ અહીં પરિવાર સાથે રહે છે. મંગળવારે બપોરે જ્યારે તેમની પત્ની નતાશાએ લંચ ન લીધું તો પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. પુત્ર સિદ્ધાંત કપૂરે ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

નતાશા કપૂરના રૂમમાં પંખા સાથે ચૂંદડીનો ફાસો જોઈ શકાય છે. પરિવારના લોકોએ ચૂંદડી કાપીને નતાશાને પંખા પરથી નીચે ઉતાર્યા હતા. નીચે ઉતાર્યા બાદ નતાશાને સીપીઆર આપવામાં આવી હતી. જે બાદમાં ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્ર સિદ્ધાંત કપૂરે મંગળવારે સાંજે આ અંગેની જાણ પોલીસને કરી હતી.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर