અહીં ફક્ત 7 રૂપિયા જમા કરાવીને તમે દર મહિને મેળવી શકો છો 5000 રૂપિયા, જાણો શું છે આ સ્કીમ

પ્રતિકાત્મક તસવીર

Atal Pension Yojana Scheme- આ યોજના માટે જો તમે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઇલ નંબર હોવો જોઈએ

 • Share this:
  નવી દિલ્હી : આજે અમે તમને એવી યોજના વિશે જણાવીએ રહ્યા છીએ જ્યાં તમે દરરોજ 7 રૂપિયા જમા કરાવીને પ્રતિ મહિનો 5000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ અટલ પેન્શન યોજનાની(Atal Pension Yojana- APY). આ યોજના 2015માં શરૂ કરવામાં આવી ત્યારે ફક્ત અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરનાર લોકો માટે હતી. જોકે હવે આ યોજનામાં (Atal Pension Yojana Scheme) જેમની પાસે બેંક એકાઉન્ટ કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હોય તેવો 18થી 40 વર્ષનો કોઇપણ ભારતીય નાગરિક રોકાણ કરીને પેન્શનનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનામાં 60 વર્ષ પછી જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે.

  અટલ સ્કીમ પેન્શનની રકમ તમારા દ્વારા કરેલા રોકાણ અને ઉંમર પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. આ પેન્શન યોજના માટે જો તમે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઇલ નંબર હોવો જોઈએ.

  આ પણ વાંચો - એક હજાર રૂપિયાના રોકાણ દ્વારા મેળવી શકો છો લાખોનું ફંડ, જાણો ક્યાં લગાવી શકો છો પૈસા?

  જાણો કેવી રીતે 7 રૂપિયા લગાવીને મેળવી શકો છો 5 હજાર રૂપિયા

  તમે જેટલા જલ્દી અટલ પેન્શન યોજનાથી જોડાશો તેટલો વધારે ફાયદો મળશે. જો કોઇ વ્યક્તિ 18 વર્ષની ઉંમરમાં અટલ પેન્શન યોજનાથી જોડાય તો તેને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 5000 રૂપિયા માસિક પેન્શન માટે પ્રતિ મહિનો 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે આ યોજનામાં દરરોજ 7 રૂપિયા જમા કરીને તમે પ્રતિ મહિનો 5000 રૂપિયા પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં દર મહીને 1000 રૂપિયાની માસિક પેન્શન માટે પ્રતિ મહિના ફક્ત 42 રૂપિયા કરાવવા પડશે. 2000 રૂપિયા પેન્શન માટે 84 રૂપિયા, 3000 રૂપિયા માટે 126 રૂપિયા અને 4000 રૂપિયા માસિક પેન્શન માટે દર મહિને 168 રૂપિયા જમા કરાવવા પડશે.

  ટેક્સ બેનિફિટ

  અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનાર લોકોને ઇન્કમ ટેક્સ એક્ટ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ મળે છે. તેમાં સબ્સક્રીઇબર્સની ટેક્સેબલ ઇન્કમને ઘટાડી દેવામાં આવે છે. આ સિવાય સ્પેશ્યલ મામલામાં 50,000 રૂપિયાનો અતિરિક્ત ટેક્સ બેનિફિટ મળે છે. આ રીતે આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
  Published by:Ashish Goyal
  First published: