માત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન! સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત

News18 Gujarati
Updated: April 15, 2020, 3:39 PM IST
માત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન! સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત
APY યોજનાના ખાતાધારકોને સરકારે આપી રાહત

30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે.

  • Share this:
નવી દિલ્હી : મોદી સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી એટલ પેન્શન યોજનાના સભ્યોની સંખ્યા 2.23 કરોડથી વધારે થઈ ગઈ છે. મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ તમે રોજ 7 રૂપિયા બચાવી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયાનું પેન્શન (60 હજાર રૂપિયા વાર્ષિક પેન્શન) પ્રાપ્ત કરી શકો છો.

ત્યારે સરકારે આ યોજનામાં મોટો નિર્ણય કરતા આ પેન્શન સ્કિમમાં કોન્ટ્રીબ્યૂશન કરવામાં 30 જૂન સુધીનો સમય આપ્યો છે. આ સ્કિમના સબ્સક્રાઈબરોમાં મોટાભાગના ઓછી આવકવાળા છે. લોકડાઉનના કારણે સૌથી વધારે અસર આ વર્ગ પર પડી છે. પેન્શન ફંડ નિયામક પીએફઆરડીએએ આને લઈ એક સર્ક્યૂલર જાહેર કર્યો છે.

શું થયો ફેરફાર - લોકડાઉનની સૌથી વધારે અસર ઓછી આવકવાળા લોકો પર પડી છે. આને ધ્યાનમાં રાખી ઓટો ડેબિટ સુવિધાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અટલ પેન્શન યોજના દેશના આર્થિક રીતે પછાત લોકોને પેન્શન આપવાના ઈરાદાથી શરૂ કરવામાં આવી છે. આ પગલા બાદ 30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે.

તો જોઈએ આ યોજના વિશેની થોડી કામની વાત

1 - નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી (NSDL)ની વેબસાઈટ અનુસાર, 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની ઉંમરના લોકો આ યોજના સાથે જોડાઈ શકે છે. જોકે, આ યોજનાનો લાભ તે લોકો જ ઉઠાવી શકે છે, જે લોકો ઈન્કમ ટેક્સ સ્લેબથી બહાર છે.

2 - APYમાં પેન્શનની રકમ તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ અને તમારી ઉંમર પર નિર્ભર કરે છે. અટલ પેન્શન યોજના APY હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. 60 વર્ષની ઉંમરથી તમને APY હેઠળ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.3 - ક્યારે મળશે પેન્શન - અટલ પેન્શન યોજના હેઠળ માત્ર જીવતા જ નહીં, પરંતુ મોત બાદ પણ તમારા પરિવારને મદદ મળતી રહેશે. જો 60 વર્ષ પહેલા આ યોજના સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તો, તેમની પત્ની આ યોજનામાં પૈસા જમા કરાવવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ બાદ દર મહિને પેન્શન મેળવી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, તે વ્યક્તિની પત્ની પોતાના પતિના મોત બાદ એક સાથે બધી રકમની માંગ પણ કરી શકે છે. જો પત્નીનું પણ મોત થઈ જાય છે તો, એક સાથે બધી રકમ તેમના નોમિનીને આપવામાં આવે છે.
First published: April 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading