Home /News /business /

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું Pension મળશે? આ માટે કેટલું રોકાણ કરવું પડશે, જાણો નિયમ વિશે

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું Pension મળશે? આ માટે કેટલું રોકાણ કરવું પડશે, જાણો નિયમ વિશે

અટલ પેન્શન યોજના

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા વ્યક્તિની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વ્યક્તિ લઘુત્તમ 42 રૂપિયા પ્રતિમાસ અને મહત્તમ 210 રૂપિયા પ્રતિમાસ જમા કરાવી શકે છે.

    મુંબઇ. Atal Pension Yojana: ઓછા રોકાણમાં પેન્શનની ગેરંટી માટે અટલ પેન્શન યોજના ઉત્તમ વિકલ્પ છે. હાલ સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ પછી મહિને 1000થી 5000ના પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ સ્કીમમાં અરજીકર્તા 40 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. અટલે પેન્શન યોજના શું છે તેમ જ તેમાં 60 વર્ષ પછી કેટલી રકમ મળે તેની ગણતરી સમજીએ. સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર નિવૃત્તિ (Retirement)ની ઉંમર છે. આ ઉંમર બાદ લોકો એટલા સક્રિય નથી રહેતા. પરિણામ તેમને મહિને કોઈ નિયમિત આવકને જરૂરિયાત રહે છે. 60 વર્ષની વયે નિવૃત્ત બાદ જો કોઈ વ્યક્તિ દર મહિને પેન્શન મેળવવા ઇચ્છે છે તો તેઓ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) વિશે ગંભારતાથી વિચારી શકે છે.

    કેટલા રોકાણ પર કેટલું પેન્શન મળે?

    ► જો કોઈની ઉંમર 18 વર્ષ છે. આ વ્યક્તિ આગામી 42 વર્ષ એટલે કે 60 વર્ષની ઉંમર સુધી દર મહિને ફક્ત 42 રૂપિયા જમા કરે છે તો તેને 61માં વર્ષે પ્રતિમાસ 1,000 રૂપિયા પેન્શન મળશે. આ દરમિયાન જો ખાતાધારકનું મોત થાય છે તો તેના વારસદારને 1.70 લાખ રૂપિયા મળશે.

    ► જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી દર મહિને 84 રૂપિયા પ્રતિમાસ જમા કરે છે તો તેને 2,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે. જો આ દરમિયાન ખાતાધારકનું મોત થાય છે તો તેના વારસદારને 3.4 લાખ રૂપિયા પ્રતિમાસ મળે છે.

    ► જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી પ્રતિમાસ 126 રૂપિયા જમા કરાવે છે તો તેને પ્રતિમાસ 3,000 રૂપિયા પેન્શન મળશે. મૃત્યુના કેસમાં વારસદારને 5.1 લાખ રૂપિયા મળશે.

    ► જો કોઈ 18 વર્ષની વ્યક્તિ 42 વર્ષ સુધી પ્રતિમાસ 168 રૂપિયા અટલ પેન્શન યોજનામાં જમા કરાવે છે તો તેને પ્રતિમાસ 4,000 રૂપિયા પેન્શન મળશે. આ દરમિયાન જે તેનું મોત થાય છે તો તેને વારસને 6.8 લાખ રૂપિયા મળશે.

    ► જ્યારે 18 વર્ષની ઉંમરથી 42 વર્ષ સુધી પ્રતિમાસ 210 રૂપિયા જમા કરાવવા પર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે. જ્યારે મોતના કેસમાં વારસદારને 8.5 લાખ રૂપિયા મળશે.

    કેટલી રકમ જમા કરાવી શકાય?


    આ યોજનાનો લાભ લેવા માંગતા વ્યક્તિની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વ્યક્તિ લઘુત્તમ 42 રૂપિયા પ્રતિમાસ અને મહત્તમ 210 રૂપિયા પ્રતિમાસ જમા કરાવી શકે છે. 42 રૂપિયા જમા કરાવવા પર પ્રતિમાસ 1,000 રૂપિયા અને 210 રૂપિયા જમા કરાવવા પર 5,000 રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક સામેલ થઈ શકે છે. ભારત સરકારની આ યોજના જમાકર્તાને એક નિશ્ચિત પેન્શનની ગેરંટી આપે છે.

    ઑનલાઈન ખોલાવી શકાય છે ખાતું


    અટલ પેન્શન યોજના ચલાવતી સરકારી એજન્સી અટલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (PFRDA)ના જણાવ્યા પ્રમાણે આ યોજના માટે હવે ઓનલાઇન ખાતું ખોલાવી શકાય છે. સ્થાનિક પેન્શન યોજના માટે તમારે બેંકમાં જવું પડશે, નેટ બેન્કિંગ સાથે જોડાવવું પડશે અથવા કોઈ અન્ય ડિજિટલ રીત અપનાવવી પડશે.

    e-KYC કરાવવું પડશે


    વધારે લોકો આ યોજનાની લાભ લઈ શકે તે માટે કોઈ પણ વ્યક્તિ e-KYC કરાવીને સ્થાયી પેન્શન યોજના સાથે જોડાઈ શકે છે. પહેલા આ સુવિધા ન હતી. હવે કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડ KYC સાથે આ યોજના સાથે જોડાઈ શકે છે. એટલે કે આ યોજના હવે સંપૂર્ણ પેપરલેસ છે. 27 ઓક્ટોબરના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: શું તમે નિવૃત્તિ પછી દર મહિને Rs 60,000 પેન્શન ઇચ્છી રહ્યા છો? 

    આવી રીતે ખાતું ખોલાવો


    PFRDAના સર્ક્યુલર પ્રમાણે કોઈ પણ વ્યક્તિ આધાર e-KYC કરાવવા માંગે છે તો તેમણે પોતાનો આધાર નંબર લિંક કરીને વેરિફાઈ કરાવવો પડશે. e-KYC બાદ તમારું ખાતું ખુલી જશે એટલે કે અટલ પેન્શન યોજના ખાતાધારકની વિગત ડેટા સ્ટોર કરતી સેન્ટ્રલ એજન્સી પાસે પહોંચી જશે. એટલ કે કોઈ પણ વ્યક્તિ e-KYCથી અટલ પેન્શન યોજના સાથે સરળતાથી જોડાઈ શકે છે. આધાર નંબરને લિંક કરાવવા માટે ઑનલાઇન ઉપરાંત ઑફલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: ફક્ત એક વખત પ્રીમિયમ ભરો અને આજીવન દર મહિને પેન્શન મેળવો

    સરકારી યોજના સાથે જોડાયેલી અન્ય વાતો


    - આ યોજનામાં તમે ચૂકવમી માટે દર મહિને, દર ત્રણ મહિને અને દર છ મહિનાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
    - આ યોજનામાં કરેલું રોકાણ આવકવેરાની ધારા 80CCD અંતર્ગત ટેક્સમાંથી બાદ મળે છે.
    - એક વ્યક્તિના નામે ફક્ત એક જ ખાતું ખોલાવી શકાય છે.
    - જો 60 વર્ષ પહેલા કે પછી ખાતાધારકનું મોત થાય છે તો પેન્શનની રકમ પતિ અથવા પત્નીને મળશે.
    - જો ખાતાધારક અને તેના જીવનસાથી બંનેનું મોત થાય છે તો સરકાર પેન્શનની રકમ નોંધાયેલા વારસદારને આપશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Pension, Retirement

    આગામી સમાચાર