માત્ર 420 રૂપિયા ભરી દર મહિને મેળવો રૂપિયા 10 હજારનું પેન્શન, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

સરકારની અટલ પેન્શન યોજના (પ્રતિકાત્મક તસવીર)

Atal Pension Yojana APY Scheme- રોકાણ સુરક્ષિત હોય અને લાભ પણ સારો આપે તેવું વિચારતા લોકો માટે સરકારની અટલ પેન્શન યોજના શ્રેષ્ઠ વિકલ્પ છે

  • Share this:
રોકાણ (investment)સુરક્ષિત હોય અને લાભ પણ સારો આપે તેવું વિચારતા લોકો માટે સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana APY) શ્રેષ્ઠ વિકલ્પ છે. વર્ષ 2015માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા સમાજના નબળા વર્ગને મદદ કરવાના હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી (atal pension yojana online apply) હતી. જેમાં કામદારો તેમના માસિક પેન્શન માટે બચત કરી શકે છે. આ યોજનામાં બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા 18 થી 40 વર્ષની વયના કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી તેનો લાભ ઉઠાવી શકે છે. આ યોજનામાં રોકાણકારને 60 વર્ષની વય પછી પેન્શન મળવાનું શરુ થાય છે.

શું છે અટલ પેંશન યોજના?

અટલ પેન્શન યોજનામાં કરવામાં આવેલું રોકાણ રોકાણકારની ઉંમર પર આધાર રાખે છે. અટલ પેન્શન યોજના હેઠળ રોકાણકારોને તેમના રોકાણને આધારે ઓછામાં ઓછા રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને મહત્તમ 5,000/- ગેરંટીડ માસિક પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, બેંકમાં બચત ખાતું હોવું જોઈએ તથા મોબાઇલ નંબર અને આધારકાર્ડ જરૂરી છે.

અટલ પેંશન યોજનાના લાભ

તમે જેટલા વહેલા આ યોજનામાં રોકાણ કરશો તેટલો જ વધુ લાભ મેળવી શકશો. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિ 60 વર્ષની વય બાદ દર મહિને 5000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન રકમ મેળવી શકે છે. પ્રતિમાસ રૂ.5000નું પેન્શન મેળવવા માટે દર મહિને 210 રૂપિયા જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો - Term Life insurance: ટર્મ ઈન્શ્યોરન્સ લેવાનું છે પ્લાનિંગ? તો જાણી લો તેના ફાયદા, મેળવો સંપૂર્ણ જાણકારી

આ રીતે દર મહિને મેળવો રૂ.10,000

કોઈ વ્યક્તિ 18 વર્ષની વયે આ યોજનામાં જોડાય અને દર મહિને રૂ. 210 જમા કરે તો તે 60 વર્ષની વયે જેમ પ્રતિમાસ 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે, તેવી જ રીતે 39 વર્ષથી ઓછી વયના પતિ પત્ની યોજનામાં અલગ અલગ 420 રુપિયા પ્રતિમાસ રોકાણ કરી 60 વર્ષની વય બાદ દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવવા પાત્ર છે.

શું છે કેલ્ક્યુલેશન?

આ યોજનામાં દર મહિને રોકાણ થતી રકમ મુજબ અલગ અલગ પેન્શન મળે છે. જો કોઈ વ્યક્તિ દર મહિને 42 રૂપિયા જમા કરાવે છે તો તે 1,000 રૂપિયાનું પેન્શન મેળવશે. આવી જ રીતે કોઈ વ્યક્તિ 84 રૂપિયાનું રોકાણ કરીને 2000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. 126 રૂપિયામાં 3000 રૂપિયા અને 168 રૂપિયામાં 4000 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે. નવી માર્ગદર્શિકા મુજબ, રોકાણકાર કોઈપણ વર્ષમાં એકવાર પોતાની પેન્શન અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરી શકે છે.

યોજનામાં રોકાણનાં ટેક્સ બેનિફિટ

અટલ પેન્શન યોજના કલમ 80 સીસીડી (1) હેઠળ કર કપાત માટે પાત્ર છે. આ સિવાય આ યોજનાના રોકાણકારોને ઈનકમ ટેક્સ એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ બેનિફિટ મળે છે. આમાંથી રોકાણકારની કર યોગ્ય આવકને બાદ કરી દેવામાં આવે છે. આમ આ યોજનાના રોકાણકારોને ટેક્સમાં રૂ.2,00,000 સુધીનું ડિડક્શન મળે છે.
First published: