ફાની વાવાઝોડામાં લોકોની મદદ કરી રહ્યું છે Reliance Foundation

News18 Gujarati
Updated: May 3, 2019, 10:02 PM IST
ફાની વાવાઝોડામાં લોકોની મદદ કરી રહ્યું છે Reliance Foundation
રિલાયન્સ ફાઉન્ડેશનનો લોગો

ફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ફાની વાવાઝોડાને છેલ્લા 20 વર્ષમાં ભારતનું સૌથી મોટું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ફાની વાવાઝોડાને છેલ્લા 20 વર્ષમાં ભારતનું સૌથી મોટું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વાવાઝોડાથી પ્રભાવીત લોકોની સુરક્ષા માટે કનેક્ટિવિટી અનિવાર્ય છે. દરેક પરિસ્થિતિમાં કનેક્ટિવિટી ખુબજ મહત્વનું છે.

સ્થિતિ જોતા અને સક્રિય હોવાના નાતે જીયો અને Reliance Foundation અસરગ્રસ્ત વિસ્તારોમાં અડચણ વગર સંપર્ક બનાવી રાખવા માટે વિશેષ ઉપાય કર્યો છે. વીજળીની અછતના કારણે જીઓ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડાઉન ટાઇમને ઓછું કરવા માટે શક્ય એટલું કામકરી રહ્યા છે.

JIO મલ્ટીવેરિન્ડન્ડેસી કાર્ય પદ્ધતિના માધ્યમથી ફાન દરમિયા અસરગ્રસ્ત ટાવરો અથવા નેટવર્ક નોડ્સ માટે યોજના બનાવી રહ્યું છે. જે સહજ સંચારને સંભવ બનાવવા માટે પુરતું છે. કોઇપણ અઘટીત ઘટના માટે ડીઝલ કે ઇંધણનો પુરતો સ્ટોક કરવામાં આવશે. 27 એપ્રિલ 2019થી તટીય વિસ્તરો જોખમી સમુદાયો માટે સુરક્ષા્મક સંચાર અને સમર્થન માટે રિયાલયન્સ ફાઉન્ડેશ, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના યંત્રો સાથે કામ કરે છે. આ સાથે જીઓએ મહત્વપૂર્ણ માહિતીને એક બીજા સુધી પહોંચાડવા માટે પોતાની ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.

27 એપ્રિલ 2019થી જીઓ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરલ, પશ્વિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતના રસ્તાવાળા જિલ્લાઓમાં લગભગ 2.5 લાક માછીમારો અને ખેડૂતોને નિયમિત રૂપથી ચક્રવાત એલર્ટ આપવાની સથે જ નિયમિત સંપર્ક કરી રહ્યું છે. જેમાં મોબાઇલ આધારિત ઓડિયો સલાહ, વ્હોટ્સએપ જીઓચેટ ચેનલ, સ્થાનિક કેબલ ટીવી સ્ક્રોલ અને પ્રિન્ટ મીડિયાનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ફાઉન્ડેશન હેલ્પલાઇનઃ RF ટોલ ફ્રી હેલ્પ લાઇન 180004198800ના માધ્યમથી 2000થી વધારે લોકોએ પૂછપરછ કરી છે. ઓન-ગ્રાઉન્ડ RFના કામઃ જિલ્લા પ્રશાશનની સાથે આરએફ નિચેના વિસ્તારોમાંથી લોકોને નીકાળીને તેમને કેમ્પમાં મોકલામાં લાગેલું છે.

2 મેના દિવસે આંધ્ર પ્રદેશમાં આરએફએ સમુદ્ર પોલીસની સાથે મળીને શ્રીકાકુલમ જિલ્લામાં ચિનગંગલપાટા, પેદાંગલાંગપેટા અને નરસિંમ્હાપેટા જેવા અસ્થાયી ગામોમાં રહેતા 350 પરિવારની મદદ કરી હતી. 2 મેના રોજ માછલી પાલન વિભાગ સાથે મળીને ઓડિશાના પુરીમાં 20000 સમુદ્રી માછલી પકડનાર પરિવારોના સ્થળાંતર માટે એક જાગરુકતા અભિયાન ચલાવ્યું હતું.આરએફના કર્મચારીઓએ 2 મેના રોજ જિલ્લા કલેક્ટર, બાલેશ્વર, ઓડિશા દ્વારા આયોજીત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સમન્વય બેઠકમાં ભાગ લીધો અને આ બાબતે ચર્ચા કરી કે આરએફ ડિઝિટલ પ્લેટફોર્મ પોસ્ટ આપદા પુનર્વાસમાં કેવી રીતે મદદ કરશે.
First published: May 3, 2019, 10:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading