Home /News /business /Assam’s Manohari Gold Tea sets record: આસામની ‘મનોહારી ગોલ્ડ ટી’એ રેકોર્ડ સર્જ્યો, 99,999 રૂપિયા પ્રતિ કિલોના જંગી ભાવે વેચાઈ

Assam’s Manohari Gold Tea sets record: આસામની ‘મનોહારી ગોલ્ડ ટી’એ રેકોર્ડ સર્જ્યો, 99,999 રૂપિયા પ્રતિ કિલોના જંગી ભાવે વેચાઈ

મનોહારી ગોલ્ડ ટીએ ચાની હરાજીમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

Assam’s Manohari Gold Tea sets record: મનોહારી ગોલ્ડ ટીએ ચાની હરાજીમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ચાની આ સ્પેશ્યલ અને રેર વેરાયટી 99,999 રૂપિયા પ્રતિ કિલોના જંગી ભાવે વેચાઈ છે.

નવી દિલ્હી. આસામ ચાની જાણીતી અને રેર વેરાયટી ‘મનોહારી ગોલ્ડ’ (Manohari Gold)એ રેકોર્ડ તોડ્યો છે. દિબ્રુગઢ જિલ્લાની આ વિશેષ ચાની મંગળવારે 99,999 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હરાજી કરવામાં આવી. દેશમાં કોઈપણ ચાની હરાજીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. રેકોર્ડ બ્રેક ટી સેલિંગ (record break tea selling) વિશે એક અધિકારીએ આ જાણકારી આપી. ગુવાહાટીના જથ્થાબંધ વેપારી સૌરભ ટી ટ્રેડર્સે (Saurabh Tea Traders) આ ચા માટે બોલી લગાવી હતી અને તેઓ જીત્યા પણ હતા.

ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર (GTAC)ના સેક્રેટરી પ્રિયનુજ દત્તાએ જણાવ્યું કે મનોહારી ટી ગાર્ડને પોતાની 'મનોહારી ગોલ્ડ' (Manohari Gold Tea) વેરાયટીની ચા સૌરભ ટી ટ્રેડર્સને રૂ. 99,999માં વેચી હતી. દત્તાએ કહ્યું. ‘દેશમાં ચાના વેચાણ અને ખરીદમાં આ અત્યાર સુધીની સૌથી ઊંચી હરાજીની કિંમત છે.’

રંગ ચમકીલો પીળો અને સ્વાદમાં લાજવાબ

મનોહારી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાએ જણાવ્યું કે, ‘સૂરજનું પહેલું કિરણ પડે તે પહેલા ચા પત્તીને તોડી લેવામાં આવે છે. જ્યારે તેને તોડવામાં આવે ત્યારે તેનો કલર લીલો હોય છે પરંતુ ફર્મટેશન પ્રોસેસમાંથી પસાર થયા બાદ તેનો રંગ ભૂરો બને છે. અંતે તે સુકાઈ જાય ત્યારે સોનેરી રંગ પકડે છે.’

તેમણે ઉમેર્યું કે, અમે આ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીવાળી સ્પેશિયલ ચાનું ઉત્પાદન ગ્રાહકો અને જાણકાર લોકોની ઉચ્ચ માંગના આધારે કરીએ છીએ.’ તેમણે કહ્યું કે ચમકીલા પીળા રંગની ચાનો સ્વાદ સુખદ હોય છે, અને તે ઘણાં સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે.

આ પણ વાંચો: Amazon ઉપર ગાંજાના વેચાણ મામલે SITની રચના, CAITએ કર્યું સ્વાગત

2019માં 50 હજાર રૂપિયે કિલોમાં વેચાઈ હતી

મનોહારી ગોલ્ડ ટી જુલાઈ 2019માં GTAC હરાજીમાં 50,000 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચવામાં આવી હતી, જે તે સમયે સૌથી ઊંચી હરાજી કિંમત હતી. જો કે, આ રેકોર્ડ એક મહિનાની અંદર તૂટી ગયો, જ્યારે અરુણાચલ પ્રદેશના ડોની પોલો ટી એસ્ટેટ દ્વારા નિર્મિત 'ગોલ્ડન નેડલ્સ ટી' અને આસામમાં ડીકોન ટી એસ્ટેટની 'ગોલ્ડન બટરફ્લાય ટી' GTACની અલગ-અલગ હરાજીમાં રૂ. 75,000 પ્રતિ કિલોના હિસાબે વેચાઈ હતી.

આ પણ વાંચો: Elon Musk: એલન મસ્કે ફરી ટેસ્લાના 90.65 કરોડ ડૉલરના શેર વેચી દીધા, જાણો કેમ વેચી રહ્યા છે શેર?

રિપોર્ટ મુજબ, 2016-17માં ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરમાં લગભગ 17.41 કરોડ કિલો ચા વેચવામાં આવી હતી અને 2017-18માં આ આંકડો વધીને 18.44 કરોડ કિલો, 2018-19માં 18.29 કરોડ કિલો અને 2019-20માં 16.22 કરોડ કિલોગ્રામ થયો હતો.

ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર હેઠળ કુલ 1241 ચાના બગીચા (tea gardens) અને 244 ખરીદદારો (buyers) રજીસ્ટર થયેલા છે.
First published:

Tags: Record, TEA, Tea Business, આસામ, વેપાર