Amazon અને Flipkartની વધી શકે છે મુશ્કેલીઓ, CAITએ પીયૂષ ગોયલને કરી આ માંગ

CAITએ પીયૂષ ગોયલને એક પત્ર મોકલીને સીસીઆઇને ફ્લિપકાર્ટ અને અમેઝોન સામેની તપાસ ઝડપથી શરૂ કરવાના આદેશ આપયા માટે કહ્યું

CAITએ પીયૂષ ગોયલને એક પત્ર મોકલીને સીસીઆઇને ફ્લિપકાર્ટ અને અમેઝોન સામેની તપાસ ઝડપથી શરૂ કરવાના આદેશ આપયા માટે કહ્યું

  • Share this:
    નવી દિલ્હી. દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart)ની મુશ્કેલીઓ વધી શકે છે. કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)એ શુક્રવારે અમેઝોન અને ફ્લિપકાર્ટની વિરુદ્ધ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે CCIની તપાસને રદ કરવાની અપીલને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે સીસીઆઇ અમેઝોન અને ફ્લિપકાર્ટની વિરુદ્ધ પ્રતિસ્પર્ધા કાર્યદાઓની જોગવાઈઓનું કથિત રીતે ઉલ્લંઘનની તપાસ કરી શકે છે.

    હવે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)ને એક પત્ર મોકલીને સીસીઆઇને આ તપાસ ઝડપથી શરૂ કરવાના આદેશ આપયા માટે કહ્યું છે.

    આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

    CAITએ પીયૂષ ગોયલને એફડીઆઇ પોલિસીની પ્રેસ નોટ-2ને સ્થાને ઇ-કોમર્સ ક્ષેત્ર માટે બહુપ્રતીક્ષિત એક નવી પ્રેસ નોટ જાહેર કરવાનો આગ્રહ કર્યો છે. CAITએ કહ્યું છે કે એક મોનિટરિંગ તંત્ર ઊભું કરવામાં આવે જેના કારણે કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન કરવાનું સાહસ ન કરી શકે.

    આ પણ વાંચો, નારાયણ મૂર્તિ-અમેઝોનનું જોઇન્ટ વેન્ચર 5.5 મિલિયન પાઉન્ડ ટેક્સ વિવાદમાં સપડાયું- રિપોર્ટ



    CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે દેશભરના વેપારી 14 જૂનથી 21 જૂન સુધી ઇ-કોમર્સ શુદ્ધિકરણ સપ્તાહ ઉજવશે. વેપારી સંગઠન 16 જૂને પોત-પોતાના જિલ્લા કલેક્ટરોને વડાપ્રધાન નરેન્ર્શ મોદી (PM Narendra Modi)ના નામથી એક અરજી સોંપશે જેમાં કેન્દ્ર સરકારને અમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart) અને અન્ય વિદેશી ફંડ મેળવતી ઇ-કોમર્સ કંપનીઓ (E-Commerce Comapies) દ્વારા નીતિ અને નિયમોનું નિરંતર ઉલ્લંઘન રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરવામાં આવશે. વેપારીઓનું પ્રતિનિધિમંડ પોતપોતાના રાજ્યના મુખ્યમંત્રી અને નાણા મંત્રી સાથે મુલાકાત કરીસ પોતાની વાત રજૂ કરશે.
    Published by:Mrunal Bhojak
    First published: