નવી દિલ્હીઃ ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ કહ્યું કે "બજેટ 2023 વૃદ્ધિ અને રોજગાર પર ધ્યાન આપી બધી રીતે ખરું ઉતર્યું છે, બજેટમાં હાઇલાઇટ કરાયેલ સરકારની સાત પ્રાથમિકતાઓ પીપલ સેન્ટ્રિક એજન્ડાની આસપાસ ફરે છે. મૂડી રોકાણમાં વધારો આર્થિક વિકાસને વેગ આપશે અને વૈશ્વિક પ્રતિકુળતા સામે આધાર આપશે. ફિસ્કલ ડેફિસિટ જાળવવા અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન યથાવત રહેવાથી કેપિટલ માર્કેટ માટે પોઝીટીવ છે.
સરકાર ફિસ્કલ ડેફિસિટને નિયંત્રણમાં લાવવામાં સફળ રહી છે અને તેમની ટાર્ગેટ ડેફિસિટ 5.9% સકારાત્મક છે. MSME માટે સુધારેલી યોજનાઓ અને મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી 'મેક ઈન ઈન્ડિયા'ને વેગ મળશે. કનેક્ટિવિટી, ગ્રીન ગ્રોથ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર પર ફોકસ કરવામાં આવ્યું છે."
દેશમાં સૂક્ષ્મ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગ (MSMEs)ની ગતિ વધારવા માટે બજેટ 2023માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમને રિવેમ્પ કરીને 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે અને તેના માટે કોર્પસ 9,000 કરોડ રૂપિયા જોડવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે 30 કૌશલ ભારત આંતરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરશે. તેમણે કહ્યું કે યુવાનો આંતરાષ્ટ્રીય તક માટે કુશળ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ઉભા કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર