એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજ, કોરોના સંકટ વચ્ચે ભારતનો GDP ગ્રોથ રફતાર પકડશે, પણ..

એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજ, કોરોના સંકટ વચ્ચે ભારતનો GDP ગ્રોથ રફતાર પકડશે, પણ..
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીના સમયમાં ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીના સમયમાં ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય ઈકોનોમી 11 ટકાના દરથી વિકાસ પામશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ એશિયન ડેવલપમેન્ટ બેંકે કોરોના સંક્રમણના વધતા કેસના કારણે આર્થિક સુધારા સામે જોખમ ઊભું થઈ શકે તેવી પણ દહેશત વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણ અભિયાન દરમિયાન આગામી 2022ના 31 માર્ચના રોજ પૂર્ણ થનાર નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 11 ટકાના દરે આગળ વધે તેવી આશા છે.

કોરોના મહામારીના પ્રકોપના કારણે દેશમાં આર્થિક સુધારાની ઝડપ જોખમમાં પડી શકે તેવી ભીતિ પણ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી વર્ષે ભારતનો જીડીપી વૃદ્ધિદર 7 ટકા રહી શકે છે. દક્ષિણ એશિયાની જીડીપી 9.5 ટકાના દરે વધી રહી છે. જ્યારે ગત વર્ષે જીડીપીમાં છ ટકાનો કડાકો બોલી ગયો હતો તેવો ઉલ્લેખ પણ રિપોર્ટમાં છે.આ પણ વાંચો - ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ

અર્થશાસ્ત્રીઓ શું કહી રહ્યા છે?

આ ક્ષેત્રમાં અર્થવ્યવસ્થાઓ પરિવર્તનના માર્ગ તરફ છે. સ્થાનિક સ્તરે રોગચાળાનું પ્રમાણ, વેક્સિન રોલઆઉટની ગતિ અને વૈશ્વિક રિકવરીથી આ માર્ગમાં કેટલો ફાયદો થશે તે જોવાનું રહ્યું, તેવું મુખ્ય અર્થશાસ્ત્રીનું કહેવું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિકાસશીલ એશિયામાં ફુગાવો ઘટયો છે. ગત વર્ષના 2.8 ટકાની સરખામણીએ ફુગાવો ઘટીને 2.3 ટકા સુધી પહોંચશે તેવું અનુમાન છે. જેની પાછળ ભારત અને ચીનમાં ખાધ મુલ્યો ઉપરનું દબાણ કારણભૂત છે. 2022માં આ ક્ષેત્રમાં ફુગાવાનો દર 2.7 ટકા થવાની ધારણા છે.

બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીઝના વિશ્લેષણ મુજબ, ગત વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન સોનુ અને જમીન સહિતના રૂપમાં રાખવામાં આવતી ભૌતિક બચત ઓછી થઈને 5.8 ટકાએ પહોંચી ગઈ હતી. મહામારી પહેલા થઈ રહેલી બચતની સરખામણીએ આ બચત અડધી છે.
Published by:News18 Gujarati
First published:April 28, 2021, 20:51 pm

ટૉપ ન્યૂઝ