Home /News /business /AED 2022માં મુકેશ અંબાણીએ બે ગુરુઓની કરી પ્રશંસા, કહ્યું- હું બંનેનું સન્માન કરું છું, જાણો કોણ છે?

AED 2022માં મુકેશ અંબાણીએ બે ગુરુઓની કરી પ્રશંસા, કહ્યું- હું બંનેનું સન્માન કરું છું, જાણો કોણ છે?

મુકેશ અંબાણીના ગુરુઓ

Mukesh Ambani in Asia Economic Dialogue 2022: તેમણે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર (Pune International Centre)ના બે ગુરુઓ વિશે ઉલ્લેખ કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ, સંસ્થા પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓને સ્પર્શશે તેવી આશા વ્યક્ત કરી હતી.

નવી દિલ્હીઃ રિલાયન્સના CMD મુકેશ અંબાણીએ તાજેતરમાં એશિયા ઇકોનોમિક ડાયલોગ (Asia Economic Dialogue)  2022ને સંબોધિત કર્યો હતો. સંબોધનમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે ગ્રીન એનર્જીથી લઈને ભારતીય અર્થવ્યવસ્થા સુધીની તમામ બાબતો વિશે વાત કરી હતી, જે દરમિયાન તેમણે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર (Pune International Centre)ના બે ગુરુઓ વિશે ઉલ્લેખ કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ, સંસ્થા પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓને સ્પર્શશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મુકેશ અંબાણીએ જે બે ગુરુઓનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પહેલું નામ ડૉ.રઘુનાથ મશેલકર (Dr. Raghunath Anant Mashelkar) અને બીજું નામ ડૉ.વિજય કેલકર (Dr Vijay Kelkar)નું હતું. તેમણે કહ્યું કે, આ બંને હસ્તીઓએ જે વિઝન અને એક્શન સાથે નેતૃત્વ કર્યું છે તેના માટે તેઓ બંનેનો આદર અને પ્રશંસા કરે છે.

શું તમે જાણો છો કે, આ બંને લોકો કોણ છે અને મુકેશ અંબાણીએ શા માટે તેમના વખાણ કર્યા? અહીં બંને મહાનુભાવો અંગે જાણકારી આપવામાં આવી છે.

ડો. રઘુનાથ મશેલકર

રઘુનાથ અનંત મશેલકરને રમેશ મશેલકર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1943ના રોજ ગોવાના મશેલ ગામમાં થયો હતો. મોટા થઈને તેઓ મહાન કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખાતા હતા. તેઓ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે. તેમણે 2004-2006 દરમિયાન નેશનલ ઇન્ડિયન સાયન્સ એકેડમીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ સંસ્થાઓ ઉપરાંત ડો.મશેલકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ અને ગ્લોબલ રિસર્ચ એલાયન્સના પ્રમુખ (President) પણ હતા

ડો.મશેલકર એકેડેમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ (AcSIR)ના પ્રથમ પ્રમુખ પણ હતા. સાયન્સ અને કેમિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-LICના આઇપીઓમાં પોલીસીધારકોએ રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખવી આ બાબતો

ડૉ. મશેલકર વડા પ્રધાનની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય હતા અને વિભિન્ન સરકારો દ્વારા રચવામાં આવેલી કેબિનેટની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. તેમણે રાષ્ટ્રીય ઓટો ઇંધણ નીતિથી લઈને ભારતીય દવા નિયમન પ્રણાલીમાં સુધારો કરવા અને નકલી દવાઓના દૂષણને પહોંચી વળવા સહિતના વિવિધ મુદ્દાઓ પરની 12 ઉચ્ચ-સ્તરીય સમિતિઓની અધ્યક્ષતા કરી છે.

ભોપાલ ગેસ કરુણાંતિકા (1985-86)ની તપાસ કરી રહેલા તપાસ પંચ માટે સરકાર દ્વારા તેમને નિર્ણાયક તરીકે અને મહારાષ્ટ્ર ગેસ ક્રેકર કોમ્પ્લેક્સ અકસ્માત (1990-91)ની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-LIC IPO: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લેનારા લોકોને પણ LIC આઈપીઓમાં મળશે ડિસ્કાઉન્ટ

ડૉ. વિજય કેલકર

ડો.વિજય કેલકરનો જન્મ 15 મે, 1942ના રોજ થયો હતો. તેઓ પ્રસિદ્ધ ભારતીય અર્થશાસ્ત્રી છે. હાલમાં તેઓ ફોરમ ઓફ ફેડરેશન્સ, ઓટાવા એન્ડ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, નવી દિલ્હીના ચેરમેન અને જનવાણીના પ્રમુખ છે. તેમને 4 જાન્યુઆરી, 2014ના રોજ શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ (પુટ્ટાપાર્થી, આંધ્રપ્રદેશ)ના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેઓ જાન્યુઆરી 2010 સુધી નાણાં પંચના અધ્યક્ષ પણ રહ્યા હતા. આ પહેલા તેઓ 2002-2004 સુધી નાણામંત્રીના સલાહકાર રહ્યા હતા. તેમણે ભારતમાં આર્થિક સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ પહેલા તેઓ 1998-1999માં ભારત સરકારના નાણા સચિવ રહ્યા અને 1999માં તેમને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના બોર્ડમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને શ્રીલંકાના કાર્યકારી નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
First published:

Tags: Business news, Reliance Industries, મુકેશ અંબાણી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો