Home /News /business /આનંદો! 5G સેવા ક્યારે અને કેટલા શહેરમાં શરૂ થશે? કરવામાં આવ્યો મોટો ખુલાસો
આનંદો! 5G સેવા ક્યારે અને કેટલા શહેરમાં શરૂ થશે? કરવામાં આવ્યો મોટો ખુલાસો
ભારતમાં 5જી ક્યારે શરૂ થશે?
ભારત 4G અને 5G સ્ટેક્સ વિકસાવી રહ્યું છે, અને ડિજિટલ નેટવર્ક્સમાં વિશ્વ માટે વિશ્વસનીય સ્ત્રોત તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા તૈયાર છે. વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 20-25 શહેરો અને નગરોમાં 5G શરૂ થઈ જશે.
5G services india : 5Gની રાહ જોઈ રહેલા લોકોને આ વર્ષે આ સેવા મળવાનું શરૂ થઈ જશે. 5G સેવાઓ (5G services) આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ થશે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) શનિવારે જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં 20-25 શહેરો અને નગરોમાં 5G સેવાઓ હશે.
તેમણે એ પણ સંકેત આપ્યો કે, નવી સેવાઓની રજૂઆત સાથે, વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં ડેટાની કિંમતો ઓછી રહેશે. ભારતમાં વર્તમાન ડેટા કિંમતો વૈશ્વિક સરેરાશ કરતા ઘણી ઓછી છે. વૈષ્ણવે કહ્યું કે, 5Gની જમાવટ ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે.
અનિચ્છનીય કૉલ્સ માટે ટૂંક સમયમાં કાયદો
મંત્રીએ કહ્યું કે ભારત 4G અને 5G સ્ટેક્સ વિકસાવી રહ્યું છે, અને ડિજિટલ નેટવર્ક્સમાં વિશ્વ માટે વિશ્વસનીય સ્ત્રોત તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા તૈયાર છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ઘણા દેશો ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી 4G અને 5G પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીને પ્રાથમિકતા આપવા માંગે છે.
વૈષ્ણવે કહ્યું કે, મંત્રાલય અનિચ્છનીય કૉલ્સના મુદ્દાને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ નિયમન પર કામ કરી રહ્યું છે. આ હેઠળ, કોઈપણ કોલરનું KYC-ઓળખાયેલ નામ જાણી શકાય છે. 5G સેવાઓ પર, તેમણે કહ્યું, "હું વિશ્વાસ સાથે કહી શકું છું કે વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 20-25 શહેરો અને નગરોમાં 5G શરૂ થઈ જશે."
જ્યારે 5G સેવાઓની કિંમત વિશે પૂછવામાં આવ્યું ત્યારે વૈષ્ણવે કહ્યું કે, આજે પણ ભારતમાં ડેટા રેટ 2 યુએસ ડોલરની આસપાસ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 25 યુએસ ડોલર છે. તેમણે કહ્યું કે, આ જ વલણ અન્ય ક્ષેત્રોમાં પણ રહેશે.
14 જૂને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. ટેલિકોમ વિભાગ (DoT) આ સપ્તાહે હરાજી માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. નોંધનીય છે કે, ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની માંગ કરી રહી છે. અહેવાલો અનુસાર, 5G સ્પેક્ટ્રમની હરાજી આવતા મહિને શરૂ થશે. સરકારે 9 સ્પેક્ટ્રમની હરાજી કરવાની યોજના બનાવી છે. આ હરાજી 20 વર્ષ માટે રહેશે. જેમાં 600, 700, 800, 1,800, 2,100, 2,300 અને 2,500 MHz બેન્ડની હરાજી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર