Home /News /business /BharatPe જ નહીં, આ વેબસાઇટ્સ પરથી પણ દૂર થઇ ગયું Ashneer Groverનું નામ
BharatPe જ નહીં, આ વેબસાઇટ્સ પરથી પણ દૂર થઇ ગયું Ashneer Groverનું નામ
અશનીર ગ્રોવરનું નામ આ વેબસાઇટ્સ પરથી પણ દૂર થઇ ગયું
Fintech કંપની BharatPe એ તેની વેબસાઈટ પરના ‘About Us' ટેબમાંથી અશ્નીર ગ્રોવર અને માધુરી જૈનના ફોટા અને પ્રોફાઈલ હટાવી દીધા છે. હવે આ ટેબ પર કંપનીના અન્ય સહ-સ્થાપક શાશ્વત નાકરાણી (Shashvat Nakrani), CEO સુહેલ સમીર (Suhail Sameer), સહ-સ્થાપક ભાવિક કોલાડિયા (Bhavik Koladiya) અને મુખ્ય મહેસૂલ અધિકારી નિશિત શર્મા (Nishit Sharma) પ્રોફાઈલ અને ફોટોમાં મુખ્ય રીતે દેખાય છે
ભારત પે (Bharatpe)નાં એમડી પદથી રાજીનામું આપી ચુકેલાં અશનીર ગ્રોવર (Ashneer Grover Resignation) થી જોડાયેલી તમામ જાણકારીઓ હવે કંપનીની વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં કંપનીની સબ્સિડિયરીમાંથી પણ અશનીર ગ્રોવરનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
વિવાદનાં કારણે રાજીનામું, અશનીર ગ્રોવરનો સફર ભારતપેની સાથે આ રીતે પૂર્ણ થયો. ભારત પે (BharatPe) ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri Jain Grover)ને પહેલાં જ કંપનીનાં તમામ પદ પરથી હટાવી ચુકી છે. હવે કંપનીએ બંને સાથે જોડાયેલી તમામ માહિતી તેમની ઓફિશિયલ સાઇટથી પણ હટાવી દીધી છે.
નહીં મળે 'About Us'માં અશનીરની ડિટેઇલ Fintech કંપની BharatPe એ તેની વેબસાઈટ પરના ‘About Us' ટેબમાંથી અશ્નીર ગ્રોવર અને માધુરી જૈનના ફોટા અને પ્રોફાઈલ હટાવી દીધા છે. હવે આ ટેબ પર કંપનીના અન્ય સહ-સ્થાપક શાશ્વત નાકરાણી (Shashvat Nakrani), CEO સુહેલ સમીર (Suhail Sameer), સહ-સ્થાપક ભાવિક કોલાડિયા (Bhavik Koladiya) અને મુખ્ય મહેસૂલ અધિકારી નિશિત શર્મા (Nishit Sharma) પ્રોફાઈલ અને ફોટોમાં મુખ્ય રીતે દેખાય છે
Ashneer Grover BharatPe ના સહ-સ્થાપક અને MD હતા. જ્યારે તેમની પત્ની માધુરી જૈન કંપનીમાં કામકાજ સંભાળતી હતી. અશ્નીર ગ્રોવરનો અપમાનજનક ઓડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલો વિવાદ ભરતપેમાં તેમના રાજીનામા સાથે સમાપ્ત થયો. આ ઉપરાંત, કંપનીએ તેની તપાસમાં ગ્રોવર અને તેની પત્નીને વિવિધ પ્રકારની નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા શોધી કાઢ્યા હતા અને આ આરોપો પછી, તેમને કંપનીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. યુનિટી બેંકે (Unity Bank) પણ અશ્નીરનું નામ હટાવી દીધું છે અશનીર ગ્રોવરની પ્રોફાઇલ (Ashneer Grover Profile) માત્ર BharatPe જ નહીં પરંતુ યૂનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Unity Small Finance Bank) ના પોર્ટલ પરથી પણ હટાવી દેવામાં આવી છે. Unity Bank એ BharatPe અને Centrum Group નું સંયુક્ત સાહસ છે. જો કે, BharatPe ના સહ-સ્થાપક અને MD હોવા અંગેની માહિતી હજુ પણ Ashneer Groverની LinkedIn પ્રોફાઇલ પર જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર