નવી દિલ્હી: આજે શેરબજારમાં રોકાણ (Investment in Stock Market) કરવાનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઘણા રોકાણકારો આ ક્ષેત્રમાં હજુ પ્રથમ પગલાં માંડી રહ્યા હોય છે અને તેથી તેઓ માર્કેટના દિગ્ગજ રોકાણકારોનો પોર્ટફોલિયો (Portfolio) અનુસરવાનું વધુ હિતાવહ માને છે. આ દિગ્ગજ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં અવારનવાર પરિવર્તન કરતા રહે છે. અન્ય લોકો પણ તેને અનુસરતા તેની અસર જે-તે કંપનીના સ્ટોક્સ પર પડે છે. આવો જ એક પોર્ટફોલિયો ચેન્જ દિગ્ગજ રોકાણકારો વિજય કેડિયા (Vijay Kedia) અને આશિષ કચોલિયા (Ashish Kacholia)એ તેના પોર્ટફોલિયોમાં કર્યો છે.
વિજય કેડિયા અને આશીષ કચોલિયાનો વૈભવ ગ્લોબલ કંપનીમાં હિસ્સો
વિજય કેડિયા અને આશીષ કચોલિયા લાંબા સમયથી વૈભવ ગ્લોબલ કંપની (Vaibhav Global Company)ના શેર ધારકોમાંના એક છે. તાજેતરમાં જ્યારે BSE એ Q3 FY2021-22 સમયગાળા માટે વૈભવ ગ્લોબલની શેરહોલ્ડિંગ પેટર્ન શેર કરી હતી, ત્યારે આ દિગ્ગજ શેરહોલ્ડરના પોર્ટફોલિયોને ફોલો કરતા રિટેલ રોકાણકારો માટે એક સંકેત પણ હતો. કારણ કે, આ શેરહોલ્ડિંગ પેટર્નમાં વિજય કેડિયાએ કંપનીમાં તેમનો શેરહોલ્ડિંગ 1.83 ટકાથી વધારીને 1.85 ટકા કર્યો છે જ્યારે આશીષ કચોલિયાએ કંપનીમાં તેમનો હિસ્સો 1.37 ટકાથી ઘટાડીને 1.22 ટકા કર્યો છે.
વૈભવ ગ્લોબલમાં વિજય કેડિયાનો હિસ્સો
ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટર માટે વૈભવ ગ્લોબલ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ વિજય કેડિયા 30,35,000 શેર ધરાવે છે, જે કંપનીની કુલ જારી કરાયેલ પેઇડ-અપ મૂડીના 1.85 ટકા છે. જોકે, સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં કોલકાતામાં જન્મેલા આ વેપારી રોકાણકાર પાસે 30 લાખ શેર અથવા 1.83 ટકા હિસ્સો હતો. તેથી કહી શકાય કે વિજય કેડિયાએ Q3FY22માં તેમના પોર્ટફોલિયોમાં 35,000 વૈભવ ગ્લોબલ શેર ઉમેરી પોતાનો હિસ્સો વધાર્યો છે. આપને જણાવી દઇએ કે કેડિયા ઓછામાં ઓછા માર્ચ 2017ના ત્રિમાસિક ગાળાથી આ સ્ટોક ધરાવે છે.
FY2021-22ના Q3 માટે વૈભવ ગ્લોબલ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, આશીષ કાચોલિયા કંપનીના 20,00,000 શેર ધરાવે છે, જે કંપનીની કુલ જાહેર કરાયેલી પેઇડ-અપ મૂડીના 1.22 ટકા છે. જ્યારે તેની પાસે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 22,50,000 કંપનીના શેર એટલે કે 1.37 ટકા કંપનીનો હિસ્સો હતો. આનો અર્થ એ થયો કે, આશીષ કચોલિયાએ Q3 FY2021-22ના સમયગાળા દરમિયાન 2,50,000 વૈભવ ગ્લોબલ શેર વેચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આશીષ કચોલિયા ઓછામાં ઓછા ડિસેમ્બર 2017ના ક્વાર્ટરથી કંપનીમાં લગભગ 1.4-1.5 ટકા હિસ્સો ધરાવે છે.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર