Multibagger Stocks: આશીષ કચોલિયાના શેરે આ વર્ષે આપ્યું 445% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક 2021

Ashish Kacholia Portfolio: BSE પર જાહેર Somany Home Innovationની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે આશીષ કચોલિયા પાસે કંપનીના 11,20,459 શેર એટલે કે 1.55% ભાગીદારી છે.

  • Share this:
    મુંબઈ: જાણીતા રોકાણકાર આશીષ કચોલિયા (Ashish Kacholia) મિડકેપ અને સ્મૉલકેપ સેગમેન્ટ (Mid & Smallcap segment)માં શેર પસંદગી કરવા માટે જાણીતા છે. આશી કચોલિયાએ સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન પોતાના પોર્ટ ફોલિયોમાં Somany Home Innovation શેર સામેલ કર્યો હતો. BSE પર જાહેર Somany Home Innovationની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે આશીષ કચોલિયા પાસે કંપનીના 11,20,459 શેર એટલે કે 1.55% ભાગીદારી છે. આ પહેલાના ક્વાર્ટર દરમિયાન આશીષ કચોલિયા પાસે આ કંપનીના એક પણ શેર ન હતા.

    કંપની વિશે:

    Somany Home Innovation શેર પહેલા પણ મલ્ટીબેગર રિટર્ન આપી ચૂક્યો છે. આ વર્ષે અત્યારસુધી આ શેર 163% વળતર આપી ચૂક્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરે 445% રિટર્ન આપ્યું છે.

    Somany Home Innovation કન્ઝ્યૂમર એપ્લાયન્સ અને બિલ્ડિંગ પ્રોડક્ટ સેગમેન્ટની કંપની છે. કંપની એન્ડ-યૂઝર્સને સર્વિસ આપે છે. અલગ અલગ કેટેગરીમાં કંપની બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સેલ્સ અને ડિસ્ટ્રિબન્યૂશન સાથે સેવા પણ આપે છે.

    આશીષ કચોલિયાનું રોકાણ:

    આ દરમિયાન આશીષ કચોલિયાએ બે અન્ય મલ્ટીબેગર સ્ટોકમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. આ બે શેર Gateway Distriparks અને Xpro India છે. કચોલિયાએ લૉજિસ્ટિક કંપની Gateway Distriparksમાં પણ 1.54% ભાગીદારી લીધી છે. આ શેરે 2021માં અત્યારસુધી 125%થી વધારે વળતર આપ્યું છે.

    કચોલિયાએ Xpro India શેરમાં 2.52% ભાગીદારી લીધી છે. આ વર્ષે આ શેરે અત્યારસુધી 1800% રિટર્ન આપ્યું છે. Xpro India એક ડાઇવર્સિફાઇડ મલ્ટી ડિવિઝન, મલ્ટી લોકેશન કંપની છે. કંપની પૉલિમર પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

    આશીષ કચોલિયાનો પોર્ટફોલિયો:

    કચોલિયાએ સપ્ટેમ્બર ત્રિસામિક દરમિયાન VRL Logisticsમાં પોતાની 1.37% ભાગીદારી વધારી છે. VRL દેશની સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન અને લૉજિસ્ટિક કંપની છે. 2021માં અત્યારસુધી આ શેર 86% વધી ચૂક્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરે 150%થી વધારે વળતર આપ્યું છે.

    આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં હૉસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શેર સામેલ છે. Trendlyne પ્રમાણે આશીષ કચોલિયા પાસે 20થી વધારે શેર છે, જેમાં 1741 કરોડ રૂપિયાનું રોકાણ છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?

    બાંધકામ ક્ષેત્ર (Construction sector) સાથે જોડાયેલી મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન (Man Infraconstruction) કંપનીનો શેર આ વર્ષે રોકાણકારો માટે મલ્ટીબેગર શેર (Multibagger stock 2021) સાબિત થયો છે. એટલે કે આ શેરે અનેક ગણું વળતર આપ્યું છે. મેન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન કંપનીના શેર (Man Infraconstruction share)માં આ વર્ષે અત્યારસુધી 220%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં જ આ શેરમાં 182%નો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરમાં 338%નો ઉછાળો આવ્યો છે.  (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: